Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલને થયું સંક્રમણઃ
નવી દિલ્હી તા. ૭ઃ દિલ્હી-યુપી સહિત ૪ રાજ્યોમાં કોરોનાનું ભૂત ફરી બેઠું થયું છે. રાજસ્થાનના સીએમ પણ ઝપટે ચડ્યા છે. કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોનાના ૬૩ નવા કેસ નોંધાયા હતાં. ગયા વર્ષે મે પછી આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના આટલા બધા કેસ મળી આવ્યા છે.
દિલ્હી ઉપરાંત રાજસ્થાન, યુપી અને બિહારમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. મોટી વાત એ છે કે આ વખતે ઉત્તર ભારતમાં કેસ વધી રહ્યા છે, જ્યારે દક્ષિણમાં કેસ ઓછા થયા છે. અગાઉ કેરલ અને આંધ્રપ્રદેશ જેવા દક્ષિણી રાજ્યોમાં જ વધુ કેસ જોવા મળતા હતાં. દિલ્હીમાં છેલ્લા ૧પ દિવસમાં કોરોનાના ૪પ૯ કેસ મળી આવ્યા છે. અગાઉના ૧પ દિવસમાં આ આંકડો માત્ર ૧૯૧ હતો. એટલું જ નહીં, આ પહેલા પણ માત્ર ૯૧ કેસ જ મળી આવ્યા હતાં.
આ રીતે હવામાનમાં ફેરફાર વચ્ચે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં છેલ્લા ૧પ દિવસમાં રાજ્યમાં રર૬ કેસ સામે આવ્યા છે, જ્યારે અગાઉ માત્ર ૯૬ કેસ જ મળી આવ્યા હતાં. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આંકડો બહુ વધારે નથી, પરંતુ આ દરમિયાન ટેસ્ટીંગ પણ ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં જો ટેસ્ટીંગ વધારવામાં આવે તો આંકડાઓ વધી શકે છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા ગયા વર્ષે મે મહિનામાં આ ઘટના બની હતી. જ્યારે કોરોના કેસની સંખ્યા પ૦ થી વધુ હતી. આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ કોરોનાના કેસોમાં થોડો વધારો થયો હતો, પરંતુ તે પહેલા કરતા ઓછા હતાં. ૩૦ ડિસેમ્બરે સમગ્ર દેશમાં સૌથી વધુ ૮૪૧ કોરોના કેસ નોંધાયા હતાં. તે સમય દરમિયાન મોટાભાગના કેસ કેરળ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવ્યા હતાં, પરંતુ હવે બે મહિના પછી ઉત્તર ભારતમાં કોરોના માથું ઊંચકતો જણાય છે.
ઉત્તરપ્રદેશમાં છેલ્લા ૧પ દિવસમાં ૧૬૪ કેસ મળી આવ્યા છે, પરંતુ અગાઉના બે સપ્તાહમાં આ આંકડો માત્ર ૩૬ હતો. એ જ રીતે બિહારમાં છેલ્લા ૧પ દિવસમાં કોરોના કેસની સંખ્યા ૧૦૩ હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial