Advertisement
Author: નોબત સમાચાર

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપરના અત્યાચાર સામે જામનગરમાં આવેદન

જામનગર તા. ૭ઃ પશ્ચિમ બંગાળ મહિલાઓ સામે કરાયેલા જઘન્ય અપરાધ બાબતે દેશભરમાં રોષ ફાટી નિકળ્યો છે. આજે જામનગરમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવાયું હતું.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીક્ષેત્રથી મહિલાઓ સામે સામૂહિક યૌન શોષણના મામલા સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત અપરાધીઓ દ્વારા મહિલાઓના અસ્મીતાનું હનન કરવામાં આવે છે.

પશ્ચિમ બંગાળની સત્તારૃઢ પાર્ટીના નેતાઓ દ્વારા હિન્દુ ઘરોમાંથી બળજબરીથી સગીરાઓને, મહિલાઓને અપહરણ કરી પાર્ટી કાર્યાલયમાં લાવીને અત્યાચાર-દુરાચાર કરવામાં આવ્યા છે. અત્યંત પછાત તેમજ અનુસૂચિત વર્ગના લોકો પલાયન થઈ રહ્યા છે. મહિલાઓ રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહી છે. પોલીસ પણ જરૃરી પગલા લેવામાં નિષ્ફળ રહી છે.

આ મુદ્દે આજે જામનગરમાં એબીવીપીના નગરમંત્રી દિવ્યરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ રાષ્ટ્રપતિને ઉદેશીને લખવામાં આવેલ આવેદન જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.

જેમાં માંગ કરી છે કે, સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને દોષીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે, મહિલાઓ ઉપર થતા અત્યાચાર ઉપર અંકુશ લગાવવામાં આવે, પીડિત મહિલાઓને નિઃશુલ્ક કાનૂની સહાય આપવામાં આવે, ભય મુકત સંદેશખાલી બનાવવા માટે કેન્દ્રીય સુરક્ષા બળની પ્રતિનિયુક્તિ કરવામાં આવે અને પલાયન થતું રોકવામાં આવે અને ન્યાય મળે તેવી તમામ કાર્યવાહી કરવામાં આવે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh