Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદની આગાહીના કારણે ઘણાં સ્થળે એલર્ટ અપાયા
મુંબઈ તા. ૧પઃ મહારાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલ રત્નાગીરીમાં રેડ એલર્ટ અને વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ-રેડ એલર્ટ જાહેર કરાયા છે.
દેશના વિવિધ રાજયોમાં ચોમાસુ જામ્યુ છે. કયાંક મેઘો આફત બન્યો છે તો કયાંક હજી પણ લોકો રાહ જોઈને બેઠા છે કે કયારે વરસશે. ત્યારે મહારાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. સોમવારે મુંબઈમાં ભારે વરસાદ સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળે તેવી શકયતા જણાવાઈ હતી.
મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાથી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ રત્નાગીરી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રના રાયગઢ, સિંધુદુર્ગ, પુણે, સતારા, કોલ્હાપુર, પરભણી, હિંગોલી, અમરાવતી, વર્ધા અને યવતમાલ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ, થાણે, પાલઘર અને ધુલે માટે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજે એટલે કે ૧પ જુલાઈએ મરાઠવાડા, કોંકણ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે કેરળ, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેટલાક સ્થોએ ભારેથી લઈને હળવો અને મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યકત કરી છે.
આ ઉપરાંત સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, દક્ષિણ આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સિવાય લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ગંગા પશ્ચિમ બંગાળ, રાયલસીમા,, તમિલનાડુ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં હળવો વરસાદ પડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial