Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકાએ પહોંચતા
જામનગર તા. ૧પઃ જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ ટકા વધીને ૮૮ ટકાએ પહોંચતા બફારામાં આંશિક વધારો થયો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
જામનગરમાં વરસાદની આગાહી વચ્ચે નભમાં વાદળોની આવન-જાવન જોવા મળે છે. વરસાદી વાદળોના આંટાફેરા વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો યથાવત્ રહેતા જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જામનગરમાં આજે સવારે પૂરા તાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ ડીગ્રીએ અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial