Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખર્ચની રકમ જમા કરાવવા અદાલતનો આદેશઃ
જામનગર તા. ૧૫: જામનગરના એક આસામીએ લગ્નવિચ્છેદ માટે કરેલી અરજી અંગે બાર વર્ષ પહેલાં થયેલા હુકમ પછી એક મહિલાએ ૪૧૯૭ દિવસનો વિલંબ માફ કરવા માટે અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અદાલતે રદ્દ કરવા ઉપરાંત ન્યાયીક કાર્યવાહીનો દૂરઉપયોગ કરવા બદલ ખર્ચની રકમ જમા કરાવવા હુકમ કર્યાે છે.
જામનગરના અશોકભાઈ રસીકભાઈ કટારીયાએ વર્ષ ૨૦૧૧માં લગ્ન વિચ્છેદ માટે અદાલતમાં અરજી કરી હતી. તે અંગે ગઈ તા.૪-૮-૧૨ના દિને હુકમ થયો હતો. તે પછી ૪૧૯૭ દિવસનો વિલંબ માફ કરવા માટે એક મહિલાએ અદાલતમાં અરજી કરી હતી.
તે અરજી સામે અશોકભાઈ તરફથી હાજર થયેલા વકીલે દલીલ કરી હતી અને વાંધો લઈ જણાવ્યું હતું કે, અરજી કોઈપણ કારણ વગર અને વિગતો વગર કરવામાં આવી છે, વિલંબ અંગે યોગ્ય કારણ જણાવાયું નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી વિલંબ માફ કરવાની અરજી રદ્દ કરી છે અને ન્યાયીક કાર્યવાહીનો દૂરઉપયોગ કરવા બદલ ખર્ચની રકમ જિલ્લા કાનૂની સત્તામંડળમાં જમા કરાવવાનો હુકમ કર્યાે છે. અશોકભાઈ તરફથી ભોજાણી એસો.ના વકીલ અર્શ કાશમાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial