Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં ઘોડાએ વૃદ્ધને પછાડતા ફ્રેકચર થયું હતું
જામનગર તા. ૧પઃ જામનગરના ઉમિયાનગર સોસાયટીમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ છે. તાજેતરમાં એક ઘોડાએ વૃદ્ધને હડફેટમાં લેતાં એમને ગંભીર ઈજા પહોંચી હતી આ અંગે યોગ્ય પગલા લેવાની માંગ સાથે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સોસાયટીના પ્રમુખ અમિત ફળદુ, મંત્રી દિપકકુમાર ધમસાણીયા વગેરેએ આવેદનપત્રમાં રજુઆત કરતા જણાવ્યું કે ગત તા. ૭-૭-ર૪ ના બાબુભાઈ હીરજીભાઈ કાલાવડીયા (૭૬) ને એક ઘોડાએ હડફેટમાં લેતા તેમને ફ્રેકચર સહિતની ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. હાલ તેઓ સંપૂર્ણ પથારીવસ છે.
આ સોસાયટીમાં રખડતા ઢોર અને માલિકીના ઢોર અંગે યોગ્ય પગલા લેવા જોઈએ. આ પ્રશ્ને અગાઉ ત્રણ વખત રજુઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો અગાઉની અરજી અન્વયે પગલા લેવાયા હોત તો સાત તારીખનો બનાવ બન્યો નહોત.
સોસાયટી ફરતે ઝાળી નાખવા અને રખડતા પશુને ડબ્બે પુરવા જોઈએ. સોસાયટીમાં અનેક વૃક્ષોનું વાવેતર કરાય છે તેનું પણ ઢોર નિકંદન કાઢી રહ્યા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial