Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ તાવના ૧૦૦, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી-કોલેરા સહિત પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા
જામનગરમાં ઝાડા-ઉલટી, ટાઈફોઈડ, તાવ, કોલેરા વગેરેના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની બેકાબૂ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વધ્યો છે, જ્યારે મહાનગરપાલિકા તંત્ર જો ધ્યાન નહીં આપે તો રોગચાળો વધુ ફાટી નીકળશે, તેમાં કોઈ શંકા નથી. જામનગરમાં છેલ્લા એક માસમાં ગંભીર રોગ ગણાતા કોલેરાના ૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ રોગમાં દર્દીને પાણી જેવા ઝાડા થાય છે. આથી તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે, જ્યારે ટાઈફોઈડના કેસ પણ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત તાવના દર્દીઓની જી.જી. હોસ્પિટલમાં બેકાબૂ ભીડ જોવા મળે છે. મળતી માહિતી મુજબ જી.જી. હોસ્પિટલમાં તાવના દરરોજ ૧૦૦ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. બે થી ત્રણ ટાઈફોઈડના દર્દીઓ સારવાર માટે આવે છે. તેમજ ર૦ દર્દીઓ ઝાડા-ઉલટીની સારવાર માટે આવી રહ્યા છે. આ ઉપરાંત અઠવાડિયામાં એકાદ-બે કેસ કોલેરાના નોંધાઈ રહ્યા છે, જેમાં મહિલાઓ, બાળકોની સંખ્યા વિશેષ જોવા મળે છે. આ તમામ રોગ પાણીજન્ય રોગ છે. હજુ તો વરસાદના નવા પાણીની આવક વધુ પ્રમાણમાં થઈ નથી. જામનગરને પાણી પૂરૃં પાડતા ત્રણેય જળાશયો રણજીતસાગર, સસોઈ અને ઊંડ ડેમમાં એકથી બે ફૂટ જ નવા પાણીની આવક થઈ છે. જ્યારે ફક્ત જી.જી. હોસ્પિટલમાં જોઈએ તો દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જે જામનગરમાં ફેલાયેલા રોગચાળાની ગંભીરતાની તસ્વીર દર્શાવે છે. જામનગર મહાનગરપાલિકાએ રોગચાળો કાબૂમાં લેવા સઘન-વ્યાપક પગલાં લેવાની જરૂર છે અન્યથા હજુ વધુ રોગચાળો ફાટી નીકળશે. ખાસ કરીને વિતરણ થતાં પાણીમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ, કચરાના ઢગલાની સઘન સફાઈ વગેરે કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવાની જરૂર છે. જેથી તેના દ્વારા મચ્છરથી એટલે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial