Advertisement
Author: નોબત સમાચાર

આંચકી આવ્યા પછી મોટા ખડબાના યુવાનને હૃદયરોગનો હુમલોઃ મૃત્યુ

ફૂલઝર નદીમાં ડૂબી જવાથી અજાણ્યા વ્યક્તિનું મોતઃ

જામનગર તા. ૧૫: લાલપુરના મોટા ખડબા ગામના એક યુવાનને આંચકી આવ્યા પછી હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. હરીયા કોલેજ પાસે રેલવે ટ્રેક પર એક પરપ્રાંતીય યુવાનનો ચગદાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના ખંઢેરા ગામ પાસે ફૂલઝર નદીમાં કોઈ રીતે ડૂબી જવાથી અજાણ્યા પ્રૌઢનું મોત થયું છે. પોલીસે તેઓની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની ખેરોલ સીમમાં વસવાટ કરતા બોદુભાઈ ઓસમાણભાઈ નાઈ (ઉ.વ.૪ર) નામના યુવાનને શુક્રવારે રાત્રે અચાનક આંચકી આવ્યા પછી તેઓનું હૃદયરોગ નો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે. તેમના પુત્ર આમીન બોદુભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના હરીયા કોલેજ રોડ પર આવેલા રેલવે ટ્રેક પરથી રવિવારે સવારે પસાર થયેલી એક ટ્રેન હેઠળ મૂળ ઉત્તર પ્રદેશના દાઝીપુર જિલ્લાના વતની અશોક કેદારભાઈ રાજભટ્ટ (ઉ.વ.૩૭) નામના યુવાન કોઈ રીતે આવી જતા તેઓનું કપાળ ટ્રેનના તોતિંગ પૈંડા હેઠળ ચગદાઈ ગયું હતું. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું દેવીરામ રાજપાલ મીનાએ પોલીસમાં જાહેર કર્યું છે. સિટી સી ડિવિઝનના જમાદાર ડી.જે. જોષીએ અપમૃત્યુ અંગેની નોંધ કરી છે.

કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં નાથાભાઈ વાઘેલા નામના ખેડૂતના વાડા નજીક ફૂલઝર નદીના કાંઠેથી ગઈકાલે સવારે પચ્ચાસેક વર્ષની વયના લાગતા એક યુવાન ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. કિશોરભાઈ લાલજીભાઈ કપુરીયાએ પોલીસને જાણ કરતા પીએસઆઈ જે.એસ. ગોરાણી તથા સ્ટાફ દોડી આવ્યો હતો.

પોલીસે ઉપરોક્ત મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ માટે ખસેડ્યો છે. અત્યંત કોહવાઈ જવાના કારણે મૃતદેહ પરથી મૃતકની ઓળખ મળવા પામી નથી. તેમના શરીર પર લીલા રંગનો શર્ટ અને કાળા રંગનું પેન્ટ ધારણ કરેલુ છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક-૦૨૮૯૪ ૨૨૩૫૩૩ અથવા ૬૩૫૯૬ ૨૭૮૭૪નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh