Advertisement
Author: નોબત સમાચાર

પાછલા તળાવના નાલા પાસે કચરા અને ગંદકીનું સામ્રાજ્યઃ પ્રી-મોન્સુન કામગીરીમાં લોલમ્-લોલ...

ધારાસભ્યની ઓફિસ સામે જ...

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર વરસે પ્રી-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. જેમાં દર વરસે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વરસે તો પ્રી-મોન્સુન કામગીરી માટે સવા કરોડ જેવી રકમ ફાળવવામાં આવી છે. આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદો દર વરસની જેમ આ વરસે પણ વ્યાપક રીતે ઉઠવા પામી છે અનેક સ્થળે પાણીના પ્રવાહને અવરોધરૂપ બને ત્યાં સફાઈકામગીરી થઈ જ નથી! ૭૯-જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ઓફિસ પાછલા તળાવના ભાગે આવેલ છે. ઉપરોકત તસ્વીરમાં દેખાય છે તે જગ્યા પાછલા તળાવનો ભાગ તેમની ઓફિસની બરાબર સામે જ છે. જયાં કોઈપણ જાતની સફાઈ કામગીરી થઈ નથી. પરિણામે પ્લાસ્ટિક સહિતનો કચરો, ગંદકી જોવા મળે છે. અહીં જ બકાલા માર્કેટ પણ ભરાય છે તેથી વધેલા, સડેલા શાકભાજીનો કચરો પણ ઠલવાય છે. તુટેલા વીજ થાંભલાના ઢગલામાં પડ્યા છે. પ્રી-મોન્સુન કામગીરી સમયે મનપા તંત્રના કોઈ જવાબદાર અધિકારી નિરીક્ષણ કરતા નથી અથવા સમજૂતિથી લોલમલોલ ચાલવા દયે છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh