Advertisement
Author: નોબત સમાચાર

આણંદ પાસે બસ સાથે ટ્રક અથડાતા ૬ ના કરૂણ મૃત્યુ : આઠ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ખટારાનું ટાયર ફાટતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

આણંદ તા.         ૧પઃ આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજ્યા છે, જો કે હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

આણંદ નજીક એકસપ્રેસ હાઈવે પર અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જેમાં આણંદ નજીક એસકપ્રેસ હાઈવે ૫ર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ટ્રક અને લકઝરી બસ વચ્ચે આ અકસ્માત થયો છે. લકઝરી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી છે. તેમાં ટાયર ફાટતા ઉભેલી બસને જોરદાર ટક્કર વાગી છે. જેમાં અકસ્માતમાં ૬ ના મૃત્યુ થયા છે અને ૮ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હજુ મૃતાંક વધવાની શક્યતા છે.

પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં ૬ લોકોના મોત નિપજ્યા છે.

મળેલ જાણકારી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતાં સાઈડમાં ઉભેલી એક લકઝરી બસને ટ્રકે ઠોકર મારતા બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં ૬ લોકો કચડાઈ જતાં તેમના મોત નિપજ્યા છે.જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ છે તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh