Advertisement
Author: નોબત સમાચાર

મનિષ સિસોદિયાની જ્યુડિ. કસ્ટડી રર જુલાઈ સુધી લંબાવાઈ

લીકર કેસમાં આમ આદમી પાર્ટીના નેતા

નવી દિલ્હી તા. ૧પઃ દિલ્હી લીકર પોલિસી સ્કેમના મામલામાં 'આપ'ના નેતા મનિષ સિસોદિયાની કસ્ટડીમાં વધારો કરાયો છે, અને અદાલત દ્વારા રર જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી લંબાવાઈ છે.

દિલ્હી લીકર પોલિસી સ્કેમ મામલે મનિષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટનો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લીકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં હજુ રાહત મળી નથી. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી રર જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જામીન માટે દિલ્હી હાઈકોર્ટથી નારાજ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મનિષ સિસોદિયાએ જામીન માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ સીબીઆઈ અને ઈડી કેસમાં જામીનની માંગ કરતા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.

મહત્ત્વનું છે કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાને ગયા વર્ષે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા ર૬ ફેબ્રુઆરી અને ઈડીએ ૯ માર્ચે ધરપકડ કરી હતી. આ પછી તેમણે કેજરીવાલની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ સિસોદિયા તિહાર જેલમાં બંધ છે.

મનિષ સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ તિહાડ જેલમાં બંધ છે. સીબીઆઈ અને ઈડી દ્વારા મનિષ સિસોદિયા પર દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં સુધારો કરતી વખતે, લાયસન્સ ધારકોને અનુચિત લાભ આપવા, લાયસન્સ ફી માફ કરવા અથવા ઘટાડવા અને સક્ષમ અધિકારીની મંજુરી વગર લાયસન્સ આપવાનો આરોપ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh