Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બૌદ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવ

ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા

જામનગર તા. ૧પઃ ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા જામનગરમાં બૌદ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુું હતું. જેમાં જામનગર, મોરબી, અમરેલી, અમદાવાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો.

અખિલ ભારતીય બૌદ્ધ ધમ્મ સંઘના રાજકોટના મહિલા પ્રમુખ શાંતાબેન મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં દિક્ષા દાયક ભન્તે પ્રજ્ઞારત્ન થેરો ઘી અશોકા બુદ્ધ વિહાર દ્વારા તથાગત બુદ્ધ અને ડો. બાબા આંબેડકટરના તૈલી ચિત્રોને  પુષ્પ માળાઓ અર્પણ કરી બૌદ્ધ ધમ્મ દિક્ષાર્થીઓને તથા ઉપસ્થિત બૌદ્ધ ઉપાસક ઉપાસીકાઓને ત્રિશરણ પંચશીલ બુદ્ધ ધમ્મ અને સંઘની ગાથાઓ સાથે ધમ્મ દેશના આપી હતી. જામનગરના કુમારભાઈ બૌદ્ધ દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરનારા દિક્ષાર્થીઓને ડોે. બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્દેશિત બાવીસ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.

પ્રવિણભાઈ નિખાળે, આર. કે. સિંઘ એન્જી. (સંસ્થાપક સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ વડોદરા), ટી.આર. પરમાર (એસીપી રિટાયર્ડ ગુજરાત પોલીસ), ડો. દિનેશ પરમાર (માજી પ્રધાન, ગુજરાત) તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હરીશ રાવલિયા (ભારતીય બૌદ્ધ મહાસભા ચેરમેન) વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. ડો. હરિશભાઈ દ્વારા હે માનવ તું મુખસે બોલ બુદ્ધમ શરણમ ગચ્છામીનું ગીત રજુ કર્યું હતું.

આ કાર્યક્રમમાં બૌદ્ધ વિજયભાઈ સોનગઢ, પી.એલ. મારૂ, (એસએસડી), સામતભાઈ, રાજુ તાયડે (અધ્યક્ષ ગુજરાત પ્રદેશ યુનાયટેડ બૌદ્ધિસ્ટ ફેડરેશન), જી.એચ. વાઘેલા (નિવૃત્ત ન્યાયધીશ) કે. આર. ભસ્કર (વડોદરા) રાજકોટના દેવશીભાઈ દાફડા, વાલજીભાઈ મઢવી, દિપકભાઈ ગોહિલ, મિલિન્દ પરમાર અને મીનાબેન ચૌધરી, વિજયાબેન બૌદ્ધ તથા તેજલબેન બૌદ્ધ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગુલાબભાઈ રાઠોડ, મુકુન્દભાઈ સોલંકી, રમેશ ચૌહાણ, કિશન ગોહિલ, કે.બી. પરમાર, નિતિન પરમાર, સી.કે. વાઘેલા, કે.જે. વાઘેલા, ડેનિયલ ગવઈ, હરીશ રાઠોડ, ગૌતમ ગોહિલ, પ્રવિણભાઈ રાઠોડ, રામજીભાઈ ચાવડા, મનસુખભાઈ વાઘેલા, જે.જે. પરમાર વિનયભાઈ સોલંકી, કલ્પેશ રાઠોડ, અનિલ કંટારિયા, વિમલ કંટારીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય આયોજક એડવોકેટ એન.વી. ગોહિલે ઉપસ્થિત જન સમૂહનો આભાર માન્યો હતો. સંચાલન બૌદ્ધ સમાજના પ્રમુખ મિલિન્દ કુમાર મકવાણાએ કર્યું હતું. ભોજનની વ્યવસ્થા કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ તથા શિ. સમિતિના સભ્ય આનંદ ગોહીલે કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh