Advertisement
Author: નોબત સમાચાર

પતિ સાથે બોલવાનો સંબંધ ધરાવતી યુવતીને પરિણીતા-પિતાએ ધમકાવી

જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કરાયાની યુવતીની ફરિયાદઃ

જામનગર તા. ૧૫: જામનગરના એક યુવતીએ પરિણત પુરૂષ સાથે બોલવા ચાલવાના સંબંધ પર તે પુરૂષના પત્નીએ અવારનવાર શક કર્યા પછી પિતા સાથે જામનગર દોડી આવી તે યુવતીને ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને પિતા-પુત્રી સામે ફરિયાદ કરાઈ છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૨માં રહેતા અને એરપોર્ટ પર નોકરી કરતા કલ્યાણપુર તાલુકાના જામરાવલના મૂળ વતની અનીતાબેન જેસાભાઈ મકવાણા (ઉ.વ.રપ)એ પોરબંદરના કોરીખડા ગામના ભૂમિકાબેન ધરમદાસ મેસવાણીયા તથા ધરમદાસ મેસવાણીયા નામના પિતા-પુત્રી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ ભૂમિકા મેસવાણીયાના પતિ વિરલ રામદાસ કાપડી સાથે અનીતાબેનને બોલવા ચાલવાનો સંબંધ છે. તે બાબત વિરલના પત્ની ભૂમિકાને ગમતી ન હોવાથી તેણી અવારનવાર અનીતાબેન પર શક કરી ફોનમાં મેસેજમાં ગાળો ભાંડે છે અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત પણ કરે છે. તે દરમિયાન ગઈ તા.૨૧ની બપોરે ભૂમિકા તથા તેના પિતા ધરમદાસ જામનગર દોડી આવ્યા હતા. તેઓએ રણજીત સાગર રોડ પર અનીતાબેનને મળી ગાળો ભાંડ્યા પછી ફરીથી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે તે ફરિયાદ પરથી ભૂમિકા તથા તેના પિતા સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh