Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈનોના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે ૪૦ વર્ષે પધારેલા
જામનગરમાં જૈનોના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જૈન-જૈનોતર ભાઈઓ-બહેનો જોડાયા હતાં. જામનગરના ૫નોતા પુત્ર મુનિ હેમન્ત વિજયજી મહારાજ ૪૦ વર્ષ પછી નગરમાં પધાર્યા હતાં અને પ્રેરક પ્રવચન કર્યુ હતું.
જૈન સમાજના જ્ઞાનવર્ધક ચાતુર્માસ પર્વ નિમિત્તે જામનગરના પનોતા પુત્ર મુનિ હેમન્ત વિજયજી મહારાજનું ૪૦ વર્ષ પછી પ્રથમ વખત જામનગરમાં તેમનું આગમન થયું છે. તેમની સાથે દેવરક્ષિત વિજયજી મહારાજ પણ પધાર્યા છે.
નગરના પંચેશ્વર ટાવર પાસેના શાલીભદ્ર એપાર્ટમેન્ટથી ગુરૂજીઓની ભવ્ય શોભાયાત્રા સાથે ચાંદી બજાર સ્થિત જ્યોતિ - વિનોદ જૈન ઉપાશ્રયમાં પ્રવેશ થયો હતો. જેમાં બહોળી સંખ્યામાં જૈન-જૈનતરો જોડાયા હતાં.
ઠેર-ઠેર ગુરૂજીઓનું સ્વાગત અને ગુરૂવંદના કરવામાં આવી હતી. શેઠજીના દેરાસર પરિસરમાં ગુરૂદેવને પ્રદક્ષિણા પૂર્વક શુકન કર્યા પછી દેરાસરમાં દાદા આદીનાથ ભગવાનના દર્શન કર્યા હતાં.
મુનિ હેમન્તવિજયજી મહારાજે પ્રેરક પ્રવચન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુરૂદેવ પં. અરૂણવિજયજી મ.સા.ની. છત્રછાયા વગરનું આ મારૂ પ્રથમ ચાતુર્માસ છે એટલે ભુલ થવાની સંભાવના રહેલી છે. આથી અમારી ભુલ ધ્યાનમાં આવે તો અમારો કાન જરૂર પડકજો. પરંતુ ચોરેને ચૌટે નિંંદા-ટીકા કે ટિપ્પણી કરીને તમે તમારી માથે પાપના પોટલા બાંધશો નહીં. આ પ્રસંગે મુનિ દેવરૂક્ષિતવિજયજી મહારાજે પણ પ્રવચનમાં આવવા પર ખાસ આગ્રહ કર્યો હતો. ચાતુર્માસ પર્વ અંતર્ગત સંઘમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું છે. સંઘમાં ૪૮ દિવસીય લોગસ્સ તપ કરાવવાનું છે. તા. ર૧-૭ના દિવસે ગૌતમ સ્વામી પૂજન પણ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગ દરમિયાન મોટા ઉપાશ્રય લાલબાગમાં સાધ્વજી મ.સા.નો પણ આજે ચાતુર્માસ પ્રવેશ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial