Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જીવલેણ બનતા સ્પીડબ્રેકરોઃ જિંદગીને બ્રેક!

બાઈકમાંથી પડી જતાં ગઈકાલે મહિલાનું થયું મૃત્યુ

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા પાસે, પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક સ્પીડબ્રેકર બનાવાયું છે, પરંતુ તેને નિયમ મુજબ નહીં બનાવાયું હોવાથી ગઈકાલે બાઈકમાંથી ઉછળી પડેલા મહિલાનું મૃત્યુ થયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વૈજ્ઞાનિક ઢબના નિયમને નેવે મૂકીને આડેધડ ફક્ત ઢાળિયાવાળા સ્પીડબ્રેકર બનાવી નાંખવામાં આવે છે. આવા ઢંગધડા વગરના સ્પીડબ્રેકરો જીવલેણ અકસ્માત સર્જી રહ્યા છે. ગઈકાલે ચંદ્રિકાબેન જયેશભાઈ ખાણધર (ઉ.વ. ૪પ) ચાલુ બાઈકમાં સ્પીડબ્રેકર ઉપરથી બાઈકમાંથી ઉથલી પડતા ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ થયું હતું. આવા મોતના બનાવ માટે મહાનગરપાલિકાના બેદરકાર અધિકારી જવાબદાર છે. તેથી કડક પગલાં અધિકારી સામે લેવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh