Advertisement
Author: નોબત સમાચાર

આજથી ધો. ૩ થી ૧૦ ના શિક્ષકોને રાજ્યમાં ઓનલાઈન તાલીમ

જીસીઈઆરટી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે

ખંભાળીયા તા. ૧પઃ ગુજરાત રાજ્યના ધો. ૩ થી ૧૦ ના તમામ શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં એક માસ સુધી ઓનલાઈન તાલીમ અપાશે.

ગુજરાત રાજ્યના ધો. ૩ થી ૧૦ ના તમામ શિક્ષકો માટે આજથી એક માસ સુધી જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા ઓનલાઈન તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ ર૦ર૦ ના સંદર્ભમાં થયેલ બદલાવના મૂળમાં શિક્ષક જ રહે તથા શિક્ષકોને સક્ષમ બનાવવા તથા પોતાનું કાર્ય અસરકારક કરે તથા શાળાના વર્ગ વ્યવહારમાં ગુણવત્તા લાવવા બે તબક્કામાં એક ઓનલાઈન અને બીજો ફેસટુફેસ એમ બે તાલીમ કાર્યક્રમ યોજાશે જેનો પ્રથમ તબકો આજથી શરૂ થયો છે.

પહેલાં તબક્કામાં દશ મુદ્દા લેવાયા છે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ર૦ર૦ માં શિક્ષકની ભૂમિકા, શિક્ષણમાં વિષયો વચ્ચે અનુબંધ, જી.શાળાનો ઉપયોગ, માનસિક સ્વાસ્થ્ય સૂખાકારી, અધ્યયનની નિષ્પતિ, વિષય વસ્તુ સાથે જોડાણ ૧૦ બેગ લેસ ડે, એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે એસ.સી.એફ.ની મુખ્ય બાબતોની સમજ વિગેરે મુદ્દા લેવાયા છે.

૧પ-૭ થી ૧૪-૮ ઓનલાઈન પછી શિક્ષકોની રૂબરૂ તાલીમ ત્રણ દિવસની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરવામાં આવશે. જીસીઈઆરટીના નિયામક પી.કે. ત્રિવેદી દ્વારા સમગ્ર આયોજન શિક્ષણ વિભાગના સચીવ, સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર નિયામક પ્રાથમિક તથા માધ્યમિક સાથે સંકલનમાં રહીને કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh