Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાદળછાંયુ વાતાવરણઃ ભારે પવન સાથે
નવી દિલ્હી તા. ૧પઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે, અને દિલ્હીના વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે.
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદથી લોકોને મોટી રાહત મળી રહી છે, જો કે વરસાદ પછી ભેજ વધવાને કારણે લોકો બફારાથી ત્રાહિમામ્ થઈ ગયા છે. હવામાન વિભાગે આ અઠવાડિયે દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદ પછી લેન્ડ સ્લાઈડનું જોખમ પણ વધી ગયું છે. દિલ્હીમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
દિલ્હીમાં આજે ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી હતી, જો કે રવિવારે પણ વરસાદ આવ્યો હતો, પરંતુ વરસાદ પછી પણ લોકોને ગરમીથી રાહત મળી ન હતી. ત્યારે હવે ફરી એકવાર વરસાદ થતા શહેરીજનોને રાહત મળી છે. આજે વહેલી સવારથી જ વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું. નોર્થ એવન્યુ, જોધપુર હાઉસ વગેરે વિસ્તારોમાં ઘોર અંધારેલું વાતાવરણ જોવા મળ્યું હતું જે વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો.
હવામાન વિભાગે દિલ્હીમાં ૧૮ જુલાઈ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આજે ૧પ જુલાઈએ દિલ્હીનું લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી. લગભગ આવું જ હવામાન આગામી ૪ દિવસ સુધી ચાલુ રહેશે. વરસાદના કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી હોવા છતાં તાપમાનમાં એક-બે ડીગ્રીનો જ ઘટાડો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial