Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચેય સ્થળેથી રૂપિયા એકાદ લાખનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૧૫: લાલપુરમાંથી શનિવારે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા છ મહિલા ઝડપાયા છે. જ્યારે શહેરમાં મોચીસાર પાસેથી મોડીરાત્રે તીનપત્તી રમતા છ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કોટડાબાવીસી, હરીપર-મેવાસા અને જોડિયાના મેઘપર ગામની ધાર પાસેથી તેર પત્તાપ્રેમી પકડાયા છે. વાહન, રોકડ મળી રૂપિયા એકાદ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે.
લાલપુરમાં દ્વારકાધીશ સોસાયટીમાં ગઈ સાંજે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા મીનાક્ષીબા રઘુભા પરમાર, નયનાબા અખુભા પરમાર, અંજલીબા જયરાજસિંહ વાઢેર, કવીબેન નારણભાઈ કરંગીયા, વીણાબા સંજયસિંહ જાડેજા, સંગીતાબેન તુલસીદાસ લીમ્બાર્ક નામના છ મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૨૧૦૦ કબજે કરી તેઓને નોટીસ પાઠવી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ નજીક મોચીસારના ઢાળીયા પાસે શનિવારે રાત્રે ગંજીપાના કૂટી રહેલા ભાવેશ કેશવભાઈ કામદાર, પ્રવીણ ગોવિંદભાઈ ચુડાસમા, નીતિન જેઠાભાઈ વારા, કૌશિક ગોવિંદભાઈ ડાભી, અનિલ કરશનભાઈ જેઠવા, ભરતભાઈ ગોકળભાઈ ગોંડલીયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૧૫૪૦ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટિયા પાસે શનિવારે રાત્રે વોકળા નજીક ટોર્ચના અજવાળે તીનપત્તી રમતા સુભાષભાઈ પરબતભાઈ જાવીયા, વાલજીભાઈ પોલાભાઈ વાવેચા, અજય મુકેશભાઈ પંચાસરા, વિવેક હરીરામ ખારવા, જયેશ ગોકળભાઈ પરમાર નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા હતા. રૂ. ૧૦,૬૦૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રબારી મહોલ્લાવાળી બજારમાં શનિવારે રાત્રે ગંજીપાના કૂટી રહેલા અલ્તાફ તૈયબભાઈ હાલેપોત્રા, આબીદ પોલાભાઈ હાલેપોત્રા, હનીફ મામદ નાઈ, ઈકબાલ મુગરભાઈ નોયડા, આસિફ તૈયબ હાલેપોત્રા, અનવર મુસા વિસડ નામના છ શખ્સને પોલીસે પકડી લીધા હતા. રૂ. ૨૦,૮૬૦ પટમાંથી કબજે કરાયા છે.
જોડિયા તાલુકાના મેઘપર ગામની ધાર પાસેથી શનિવારે રાત્રે ટોર્ચના અજવાળે જુગાર રમતા કુંવરજી ભવાનભાઈ ખોલીયા, શાંતિલાલ હરદાસ જાવીયા નામના બે શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૫૬૭૦ રોકડા, મોટર સાયકલ સહિત રૂ. ૬૦૭૭૦ નો મુદ્દામાલ ઝડપી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial