Advertisement
Author: નોબત સમાચાર

મેવાસામાં ખેતરમાં કામ કરી રહેલા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી નિપજ્યું મૃત્યુ

કૂવામાં ખાબકી જતાં શ્રમિક યુવતીનું મોતઃ

જામનગર તા. ૧૫: ખંભાળિયાના ભાતેલ ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ એમપીના શ્રમિક પરિવારના યુવતી કોઈ રીતે કૂવામાં પડી ગયા પછી મોતને શરણ થયા છે. જ્યારે ખેતરમાં કામ કરી રહેલા મેવાસા ગામના પ્રૌઢને હૃદય રોગનો હુમલો ભરખી ગયો છે.

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં આવેલા રાજેન્દ્રસિંહ હેમુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાયસીંગપુરા ગામના રમાબેન સાધુસિંગ ડાયર (ઉ.વ.ર૧) નામના યુવતી શનિવારે સાંજે કોઈ રીતે તે ખેતરના કૂવામાં પડી ગયા હતા.

આ યુવતીને બહાર કાઢવામાં આવ્યા તે દરમિયાન તેણીનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યું છે. મમતાબેન મુકેશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.

ભાણવડ તાલુકાના મેવાસા ગામમાં રહેતા પરબતભાઈ કરશનભાઈ જોગલ (ઉ.વ.પર) નામના પ્રૌઢને ગઈકાલે સાંજે ખેતરમાં કામ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા પછી આ પ્રૌઢનું હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ગોપાલભાઈ જોગલે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh