Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક યુવતીને ઉપાડી જવાના મામલે થયું ધીંગાણું:
જામનગર તા. ૧૫: ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પર શનિવારની રાત્રે ત્રણ યુવાન પર રાજકોટથી ચાર મોટરમાં ધસી આવેલા બે ડઝન જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. એક યુવાન પર મોટર ચઢાવી દેવામાં આવી હતી. એક યુવતીના અપહરણ માટે આ શખ્સો કારસો કરતા હતા. તેને સમાધાન માટે બોલાવાતા તેઓએ હુમલો કરી ખાર કાઢ્યો હતો.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામના ટોલનાકા પાસે શનિવારે રાત્રે દોઢેક વાગ્યે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં જામનગરના રામેશ્વરનગર પાછળ માટેલ ચોકમાં વસવાટ કરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા મહેન્દ્રસિંહ જેઠવા તથા ધનરાજસિંહ, જીતેન્દ્રસિંહ નામના ત્રણ યુવાન ઘવાયા છે.
આ બનાવની વધુ વિગત મુજબ દિવ્યરાજસિંહના મોટા માંઢામાં રહેતા માસીના દીકરાની પુત્રીને રાજકોટનો મયુરસિંહ રાણા નામનો શખ્સ અવારનવાર પજવતો હતો. તે પછી આ યુવતીને ઉપાડી જવા માટે મયુરસિંહ તજવીજ કરતો હોવાની અને બોલેરો લઈને માંઢા ગામે આવ્યો હોવાની જાણ થતાં શનિવારે રાત્રે તેના સમાધાન માટે બંને પક્ષ સોયલ ટોલનાકે એકઠા થયા હતા.
આ વેળાએ ચાર જુદી જુદી મોટરમાં ધસી આવેલા મયુરસિંહ, વિક્રમસિંહ રાણા અને દસથી બાર જેટલા અજાણ્યા શખ્સોએ તલવાર, પાઈપ, ધોકા વડે દિવ્યરાજ તેમજ સાથે રહેલા ધનરાજસિંહ તથા જીતેન્દ્રસિંહ પર હુમલો કર્યાે હતો. આ શખ્સોએ દિવ્યરાજસિંહના પગ પર મોટર ચઢાવી દીધી હતી અને માથામાં તલવારનો ઘા ઝીંક્યો હતો. જ્યારે ધનરાજસિંહના માથામાં પણ તલવાર વીંઝવામાં આવી હતી અને જીતેન્દ્રસિંહને માથામાં પાઈપ મારવામાં આવ્યો હતો. ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પામેલા ત્રણેય વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી ગઈકાલે બપોરે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial