Advertisement
Author: નોબત સમાચાર

ઝાકળની જમાવટમાં જામનગર રાજ્યભરમાં મોખરેઃ સર્વાધિક ૩૭% ઝાકળનું પ્રમાણ નોંધાયુ

ઈસરોના નેશનલ રીમોટ સેન્ટરનો સ્ટડીઃ

અમદાવાદ તા. ૧પઃ તાજેતરમાં ઈસરોના નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર, ડીએઆઈઆઈસીટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પછી રજુ થયેલા તારણોમાં ગુજરાતમાં ઝાકળ જામવાના મુદ્દે વિવિધ શહેરોના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં સમગ્ર ગુજરાતમાં જામનગરમાં સર્વાધિક ૩૭ ટકા ઝાળકનું પ્રમાણ નોંધાયું છે. બીજા નંબરે પોરબંદર છે, જ્યાં ૩૩ ટકા ઝાળક જોવા મળે છે જ્યારે અન્ય શહેરોમાં જુનાગઢમાં ર૪ ટકા, કંડલામાં ૧૮.પ%, ભાવનગરમાં ૧૭%, રાજકોટમાં ૧પ.પ%, ભૂજમાં ૧૧%, વડોદરામાં ૧૦%, સુરતમાં ૮.પ% જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું ૪.૬% પ્રમાણ જોવા મળ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રાત્રીના સમયે ઉંચુ તાપમાન તથા પ્રદુષણના કારણે ઝાળકનું પ્રમાણ ઓછું હોય છે. ઝાળક હાર્વેસ્ટીંગથી પાણી એકત્ર કરવાનો પ્રોજેકટ પણ હાથ ધરાયો હતો. જેમાં એક પ્રોજેકટમાં ઝાળક હાર્વેસ્ટીંગથી પ૦૦ લીટર પાણી એકત્ર કરાયું હોવાનો દાવો કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh