Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ધૂંવાવ સ્થિત હરે કૃષ્ણ માર્ગ સ્થિત ઈસ્કોન મંદિર દ્વારા સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પનભોગ, પ્રસાદમ્ પછી બપોરે ૩.૩૦ વાગ્યે એસ.ટી. ડેપો પાસેથી નગરના મહાનુભાવો તથા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, શ્રી ભક્તિ વિકાસ સ્વામી મહારાજ મુરલીધરદાસ રમાચરણદાસ, ભરૂચના ચૈતન્ય મહાપ્રભુ વિગેરેની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થઈ નગર પરિભ્રમણ કરેલ. જેમાં ઠેરઠેર સંકીર્તન, પ્રસાદ વિતરણ, ફ્રૂટ વિતરણ, પાણી વિતરણ, પુસ્તક વિતરણ તથા ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ રથખેંચી ધન્યતા અનુભવી હતી. હરે કૃષ્ણ, જય જગન્નાથના નાદ સાથે પરિભ્રમણ કરી ૭ વાગ્યે ઈસ્કોન મંદિરે વિરામ થયા પછી પ્રવચન, આરતી, દરેક કૃષ્ણ ભક્તો માટે મહાપ્રસાદમ્નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક કૃષ્ણભક્તો તથા માતાજીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી રથયાત્રાને સફળ બનાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial