Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હઝરત ઈમામે હુશેનની યાદમાં ઉજવાતા મોહર્રમ તહેવારની ગમગીની સાથે શાનોશોકતથી જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ખોજાનાકા વિસ્તારમાં આવેલ ખોજા-મુસ્લિમ સમુદાય દ્વારા કેરૂરાતનાં આગલા દિવસે ધગ ધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલી અને ઈમામે હુશેનને યાદ કર્યા હતાં. સૌ પ્રથમ મૌલાના દ્વારા કરબલાની શાનમાં તકરીર ફરમાવ્યા પછી મોડી રાત્રે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત ૧૦ ફુટ લાંબો અને ઉંડાઈ વાળો ખાડો કરવામાં આવે છે. આ ખડામાં કોલસાના ધગધગતા અંગારા નાખવામાં આવે છે અને ખોજા સમુદયાના બાળકો-યુવાનો અને વૃધ્ધ તમામ યા અલી યા હુશેનનાં નારા સાથે કોઈ પણ જાતના ભય વગર ધગધગતા અંગારા પર ચાલીને પસાર થાય છે. ત્યારે આ દૃશ્ય ખુબ જ હ્યદયદ્રાવક જોવા મળે છે. આ ખુલ્લા અંગારા પર ચાલવાની પરંપરાને ધમ્સો પણ કહેવામાં આવે છે. યુવાનો દ્વારા હઝરત ઈમામે હુશેનની યાદમા અને તેમણે જે તકલીફો વેઠવી પડી હતી તેના અનુસંધાને ધમાલ પણ લેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial