Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ખંઢેરા પાસેથી બેભાન મળી આવેલા અજાણ્યા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ

મૃતકની ઓળખ આપવા પોલીસ દ્વારા અનુરોધઃ

જામનગર તા. ૧૫: કાલાવડના ખંઢેરા ગામ પાસેથી દસેક દિવસ પહેલાં બેશુદ્ધ હાલતમાં મળી આવેલા બીમાર પ્રૌૈઢનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અજાણ્યા પ્રૌઢની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ પાસેથી ગઈ તા.૪ની રાત્રે એક અજાણ્યા પ્રૌઢ બેભાન હાલતમાં મળી આવતા કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી એમ્બ્યુલન્સ મારફત આ પ્રૌઢને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મૃતકના શરીર પર ટૂંકી બાંયનું ગોળ ગળાવાળું મહેંદી રંગનું ટી-શર્ટ અને પેન્ટ ધારણ કરેલું હતું, જમણા હાથમાં હિંદીમાં ત્રાજવું ત્રોફાવેલુ છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક-૦૨૮૯૪ ૨૨૩૫૩૩ અથવા ૮૮૬૬૭ ૮૭૮૩૫નો સંપર્ક સાધવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh