Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૫: મારૂ ગુજરાત હરીયાળુ ગુજરાત ગ્રીન ગુજરાતના સંકલ્પને સાર્થક કરવા રાજ્ય સરકાર દ્વારા ચાર નવી હરિયાળા ગુજરાતની પાયાની યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરાએ આ અંગે જણાવેલ કે હરિત વન પથ યોજના હેઠળ રાજ્યના વિવિધ માર્ગો પર રસ્તાની બન્ને બાજુએ દર બે કિીમીએ ર૦૦ રોપાઓનું વાવેતર તથા ઉછેર કરવામાં આવશે. પંચરત્ન ગ્રામ વાટીકા યોજનામાં રાજ્યમાં એક હજાર ગામોમાં ગામ દીઠ પ૦ લેખે પ૦ હજાર વૃક્ષોનું વાવેતર કરીને પંચરત્ન ગ્રામ વાટીકા બનાવવામાં આવશે. અમૃત સરોવરો ફરતા પંચરત્ન વાવેતર આ યોજનામાં ગામડાઓમાં તૈયાર થયેલા અમૃત સરોવરોની ફરતે ર૦૦ રોપાઓનું ગામ દીઠ વાવેતર કરવામાં આવશે. રાજ્ય સરકારના વન વિભાગની જુદી જુદી નર્સરીઓમાં ટોલ સીડલીંગ તૈયાર કરવામાં આવશે. ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકારની રાજ્ય સરકારની આ ચારેય યોજનાઓમાં ઉત્સાહપૂર્વક જોડાવા તથા યોજનામાં વાવેતર અને વૃક્ષ ઉછેરમાં મદદરૂપ થવા લોકોને તંત્ર દ્વારા અમલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial