Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી વેરાવળ ગામમાં અગમ્ય કારણથી યુવકનું વિષપાનઃ
જામનગર તા. ૧૫: લાલપુરના નવી વેરાવળ ગામના એક આહિર યુવાને અગમ્ય કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કબીર આશ્રમ નજીક ન્યુ પટેલકોલોનીમાં રહેતા એક પ્રજાપતિ યુવાને અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.
લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં વસવાટ કરતા ચંદ્રેશભાઈ જેતશીભાઈ ગાગીયા નામના બત્રીસ વર્ષના આહિર વેપારીએ ગઈ તા.૯ની રાત્રે ઘરમાં કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો.
સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ અરજણભાઈ ગાગીયાએ પોલીસને જાણ કરી છે. લાલપુરના જમાદાર એ.એમ. જાડેજાએ મૃતદેહને પી.એમ.માં ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.
જામનગરના કિસાનચોક વિસ્તારમાં આવેલા કબીર આશ્રમ ૫ાસે ન્યુ પટેલ કોલોનીમાં વસવાટ કરતા અક્ષયભાઈ ગોવિંદભાઈ ગોંડલીયા નામના છવ્વીસ વર્ષના પ્રજાપતિ યુવાને ગઈ તા.૧૧ની સવારે પોતાના ઘરમાં છતમાં રહેલા પંખામાં દોરી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ થયું છે. મૃતકના મોટાભાઈ ધર્મેશ ગોંડલીયાએ પોલીસને જાણ કરતા સિટી એ ડિવિઝનના પીએસઆઈ ડી.જી. રામાનુજે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial