Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાની કરૂણતા, મજબુરી કે ડર!
ખંભાળીયા તા. ૧પઃ ખંભાળીયા શહેરમાં આઠેક દિવસથી સોશ્યલ મીડિયામાં એક પોષ્ટ વ્યાપક રીતે વાયરલ થતાં ટોક ઓફ ધી ટાઉન જેવી બની છે.
અત્યંત સાહજીક અને માર્મિક રીતે લખાયેલી આ પોષ્ટનું મથાળું છે કે આ કોઈ રાજકીય પોષ્ટ નથી પણ ખંભાળીયાની કરૂણતા મજબુરી કે ડર....
ખંભાળીયાની શાક માર્કેટ પાસે જતાં ધ્યાનમાં આવે કે જેવી કોઈ દુકાનો બંધ હોય કે તુરંત જ કોઈ રેંકડી કે ગલ્લા ધારક ત્યાં પોતાની રેંકડી રાખી ટ્રાફિકને અડચણરૂપ થાય અને કોઈ મહિલાઓ નીકળે એટલે દ્વિભાષી અશ્લીલ શબ્દોનો ઉપયોગ થાય... જેવા દરબારગઢ બજારના વિસ્તારમાં પહોંચો તો ત્યાં પણ આડેધડ રેંકડીવાળા તથા પાથરણાવાળાની દાદાગીરી કોઈ ખાસ પ્રકારની સત્તા કે પોલીસની બીક વગર મન ફાવે તેવું વર્તન !! મજાની વાત છે કે દરબારગઢ વિસ્તારમાં સ્ટેટ બેંક તથા સેન્ટ્રલ બેંક પાસે ટ્રાફિક તથા પોલીસની બહેનો વ્યવસ્થિત પાર્કીંગ નડતર ના થાય તે માટે મુકાયેલ તે એ.ટી.એમ. પાસે દરવાજો ખુલ્લોે રહે ત્યાં ઈયર ફોન મોબાઈલમાં ભરાવી સંગીતની મજા માણતા હોય...!!
ત્યાંથી આગળ પ્રભુકૃપા વાસણ પાસે રેંકડીધારક પોતાના પિતાનો રોડ હોય તેમ વર્તન મોહન પાનવાળા પાસે તો સામે તથા રોડ પર બન્ને તરફ ૭૦ ટકા રોડનો રેંકડીવાળા દ્વારા કબ્જો, ત્યાંથી રામ મંદિર સુધી રેંકડી જ રેંકડી!! વેપારીઓ લાખોના ખર્ચે દુકાનો લે માણસોના પગાર, સરકારને ટેકસ ચુકવે તેની સામે જ રેંકડી રાખી મફતમાં વગર ટેકસ ભર્યે રેંકડીધારક વધુ નફો કરે અને દુકાનદારને પરેશાન કરે વેપારી મંડળ તથા સત્તાધીશો કંઈ કરશે...??? આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial