Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય અગ્રણીઓએ અર્પણ કરી શ્રદ્ધાંજલિઃ
ખંભાળિયા તા. ૧૫: ખંભાળિયાના એક વેપારીએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તેઓના પત્નીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. સરળ સ્વભાવના આ વેપારીના નિધનના અહેવાલના પગલે ગમગીની પ્રસરી છે. રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
ખંભાળિયા શહેરના અમૃતનગર નજીક ગાયત્રીનગરમાં રહેતા નાથુભાઈ માણસીભાઈ વાનરીયા નામના ૪૬ વર્ષના ખેડૂતે શનિવારે રાત્રે પોતાના ઘરે અગમ્ય કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કર્યા પછી પંખામાં લુંગી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની સોનલબેન વાનરીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ખેતી તથા સ્ટ્રોન ક્રશર સહિતના ધંધા સાથે જોડાયેલા નાથુભાઈ ભાજપના અગ્રણી કાર્યકર હોવા ઉપરાંત તેમના પત્ની સોનલબેન દસેક વર્ષથી ખંભાળિયા નગરપાલિકામાં સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અગાઉ પાલિકા કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે. આર્થિક રીતે સદ્ધર અને સરળ જીવન જીવતા નાથુભાઈએ શા માટે આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. આ બનાવની જાણ થતાં જ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, યોગેશભાઈ મોટાણી, શૈલેષભાઈ કણઝારીયા, દંડક મયુરભાઈ ધોરીયા, અનિલ ભાઈ તન્ના, ઈન્દ્રજીતસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સદ્ગતનો ગઈ તા.૫ના દિને જ જન્મદિવસ હતો. તે પછી ગઈકાલે તા.૧૪ના દિને તેઓએ આત્મહત્યા કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial