Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલમાં મેઘપ્રકોપઃ ભૂસ્ખલનથી ૯ મૃત્યુ

૪૯ રસ્તા બંધ, ૪૨ વિસ્તારોમાં અંધારપટઃ પથ્થરો ગબડયા

                                                                                                                                                                                                      

શિમલા તા. ૩: હિમાચલમાં કુદરતી પ્રોકપમાં વિનાશ વેરોયો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ૯ લોકોના મોત થયા છે, અને ૪૯ રસ્તાઓ બંધ થતાં જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયા છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી ન કરવા વહીવટીતંત્રે કડક સૂચના આપી છે. વીજ પુરવઠો ખોરવાતા ૪૨ વિસ્તારો અંધારામાં છે.

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહૃાું છે. રાજ્યભરમાં વરસી રહેલા અનરાધાર વરસાદ અને ત્યારબાદ સર્જાયેલી ભૂસ્ખલનની અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના હ્ય્દયદ્રાવક અહેવાલ સામે આવ્યા છે.

કુદરતી આફતને કારણે રાજ્યનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદી કહેર વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓ ભારે પ્રભાવિત થયા છે. લાહૌલ-સ્પીતિમાં પહાડ પરથી પથ્થર પડતા એક કંડક્ટરનું મોત થયું હતું, જ્યારે શિમલાના રામપુર અને કાંગડામાં કરંટ લાગવાની અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત, ચંબા જિલ્લામાં પગ લપસી જતાં ખીણમાં પડવાથી એક મહિલાનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભારે શોકનું મોજું ફેલાવી દીધું છે. ભૂસ્ખલન અને પૂરે રાજ્યના માળખાકીય માળખાને મોટો ફટકો આપ્યો છે.

મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં કુલ ૪૯ જેટલા મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. ચંબા જિલ્લાના ભરમોરમાં તો સિયુંર નાળામાં આવેલા પૂરમાં રસ્તાનો ૬૦ ફૂટ જેટલો મોટો હિસ્સો ધોવાઈ જતાં સંપર્ક તૂટી ગયો છે. વીજળીની સ્થિતિ પણ ગંભીર છે; ૪૨ ટ્રાન્સફોર્મર બગડી જવાથી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. આ સાથે ૭ કાચા મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

એક તરફ વરસાદનો કહેર છે, તો બીજી તરફ રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસ જેવા ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં હળવી હિમવર્ષા થતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ બદલાતા હવામાનને કારણે તાપમાનમાં અંદાજે ૬ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, આ વરસાદ ડાંગર અને મકાઈના પાક માટે રાહતરૂપ બન્યો હોવાથી ખેડૂતોમાં થોડો સંતોષ જોવા મળ્યો છે.

હવામાન વિજ્ઞાન કેન્દ્ર, શિમલા દ્વારા આગામી સમય માટે સતર્કતા દાખવવા સૂચના આપવામાં આવી છે. કાંગડા અને મંડી જિલ્લા માટે 'ઓરેન્જ એલર્ટ' તથા કુલ્લુ, શિમલા, સિરમૌર અને ઉના જિલ્લા માટે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. વહીવટીતંત્રએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને નદી-નાળાથી દૂર રહેવા તેમજ પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા તાકીદ કરી છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh