Advertisement
Author: નોબત સમાચાર

આયુર્વેદિક યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં બોગસ વોટીંગના કેસમાં ત્રણ તબીબની મુક્તિ

ર૪ વર્ષ પહેલાં નોંધાયો હતો ખોટા ઓળખ કાર્ડ અંગેનો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ર૪ વર્ષ પહેલાં બોગસ ચૂંટણી કાર્ડ, ખોટા દસ્તાવેજ બનાવી બોગસ વોટીંગ કરવાના નોંધાયેલા ગુન્હામાં ત્રણ તબીબનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૨માં સેનેટની ચૂંટણી યોજવામાં આવી હતી. અલગ અલગ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં બોગસ ઓળખપત્ર છપાવી અન્યના નામે ખોટું મતદાન કરી કેટલાક ઉમેદવારોએ ચૂંટણી જીતવાની કોશિષ કરી છે તેવી ફરિયાદ તત્કાલિન મદદનીશ કુલ સચિવ અરવિંદ બારાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

મતગણતરી દરમિયાન કેટલાક મતદાન કાર્ડ મતપેટીમાંથી નીકળતા કબજે કરાયા હતા. રાજ્યના ર૩ સેન્ટર પર રહેલા મતદાન કેન્દ્રમાં કુલ ૧૭૧ બોગસ ઓળખપત્રો મળ્યા હતા. તેથી વિજીલન્સને તપાસ સોંપાઈ હતી. તપાસના અંતે સેનેટની ચૂંટણીના ઉમેદવાર ડો. અક્ષય રમણલાલ સેવક, ડો. સંજય પ્રભુદાસ જીવરાજાણી, ડો. નરેન્દ્ર ઠાકોરદાસ શાહ વગેરે સામે બોગસ દસ્તાવેજ બનાવી ચૂંટણીમાં ગેરરીતિ કરી કાવતરૂ રચવાનો ગુન્હો નોંધાયો હતો.

ખૂબજ ચર્ચાસ્પદ બનેલો કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, મદદનીશ કુલ સચિવ સહિત ૬૩ સાક્ષીની જુબાની નોંધાઈ હતી. ર૪ વર્ષ સુધી ચાલેલી કાનૂની પ્રક્રિયા દરમિયાન ઉપરોક્ત ડોક્ટર્સ ભવિષ્યમાં પણ ચૂંટણીમાં ઉભા ન રહે અને યુનિ.ના કૌભાંડ અને ગેરરીતિ બાબતે કોઈ રજૂઆત ન કરે તે આશયથી તેઓને સંડોવવામાં આવ્યા છે તેવી બચાવપક્ષે કરી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ડો. અક્ષય સેવક, ડો. સંજય જીવરાજાણી, ડો. નરેન્દ્ર શાહનો છૂટકારો ફરમાવ્યો છે. રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh