Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ સર્વોચ્ચ નેતા ખામેનેઈની અંતિમ વિધિ છ દિવસ ચાલશેઃ પુત્ર મોજતબા હાજર નહીં રહે

ઈરાન પર ૩૬ વર્ષ શાસન કરનારા

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૩: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની દફનવિધિ ૪ જુલાઈથી તેહરાનમાં શરૂ થશે. ઈઝરાયલની ધમકીઓ અને સુરક્ષાના જોખમને કારણે તેમના પુત્ર મોજતબા ખામેનેઈ આ કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. ર૮ ફેબ્રુઆરીના હવાઈ હુમલામાં મૃત્યુ પામેલ અલી ખામેનેઈના ૬ દિવસીય અંતિમ સંસ્કાર ૯ જુલાઈએ મશહાદમાં સમાપ્ત થશે. ભારત તરફથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે ઈરાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સુરક્ષાના કારણોસર તેમના દિવંગત પિતા અને ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના જનાઝાના કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. ભારતમાં રહેતા તેમના પ્રતિનિધિ આયતોલ્લાહ હકીમ ઈલાહીના જણાવ્યા અનુસાર ઈઝરાયલ તરફથી મળી રહેલી ધમકીઓ અને સર્વેલન્સના જોખમને કારણે મોજતબાનું જાહેરમાં આવવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

ઈરાન પર સતત ૩૬ વર્ષ સુધી શાસન કરનારા અલી ખામેનેઈ ગત્ ર૮ ફેબ્રુઆરીના અમેરિકા અને ઈઝરાયલના હવાઈ હુમલમાં માર્યા ગયા હતાં, જેના કારણે મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. સામાન્ય રીતે ઈસ્લામિક કાયદા મુજબ મૃતદેહને ર૪ કલાકમાં દફનાવવાનો નિયમ છે, પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ હોવાના કારણે આ એક અપવાદ રાખવામાં આવ્યો હતો. હવે આગામી ૪ જુલાઈથી તેહરાનમાં તેમની અંતિમવિધિના કાર્યક્રમો શરૂ થશે અને ૯ જુલાઈએ તેમના વતન મશહાદ શહેરમાં દફનવિધિ સાથે પૂર્ણ થશે. આ ૬ દિવસીય કાર્યક્રમ દરમિયાન કરોડો લોકો રસ્તા પર ઉતરે તેવી સંભાવના છે.

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસુદ પેઝૈશિયાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ રાજ્યકક્ષાની અંતિમવિધિમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું હતું, જો કે પીએમ મોદી પોતે આ પ્રતિનિધિમંડળનો હિસ્સો બને તેવી શક્યતા ઓછી છે. ભારત તરફથી બિહારના ગવર્નર જનરલ સૈયદ હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા ઈરાન જશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ પણ આ દફનવિધિના કાર્યક્રમોમાં ભાગ લેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh