Advertisement
Author: નોબત સમાચાર

જનલક્ષી કાર્યક્રમોની ગુણવત્તા જાળવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓને પ્રભારી મંત્રીની તાકીદ

જિલ્લા આયોજન- એ.ટી.વી.ટી.ના કામોની સમીક્ષા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એટીવીટી યોજના હેઠળ મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પુરતી ગુણવત્તા સાથે જનહિતલક્ષી કાર્યોને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા પ્રભારી મંત્રીએ તાકીદ કરી હતી.

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં જિલ્લા આયોજન મંડળ અન્વયે વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એ.ટી.વી.ટી યોજના અંતર્ગતના મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વિવેકાધિન જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈઓ, એ.ટી.વી.ટી, રાષ્ટ્રીય પર્વ, ગ્રામ્ય ધારાસભ્ય ફંડ સહિતની જોગવાઈઓની સમીક્ષા કરી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩થી વર્ષ ૨૦૨૫-૨૬ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તદુપરાંત, વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.

આ તકે પ્રભારીમંત્રીએ તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓને આયોજનની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકા તથા ગ્રામ્ય સ્તરે કામોના રીવ્યુ કરવા અધિકારીઓને જરૂૂરી સૂચન કર્યું હતું. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી તેમજ જનકલ્યાણ માટેના વિકાસ કાર્યો માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી જનહિતલક્ષી કામો તાકીદે પૂર્ણ કરવા તેમજ તમામ પ્રકારના કામોની ગુણવત્તા જળવાઈ તેની ચોકસાઈપૂર્વક ખાતરી કરવા તમામ અધિકારીઓને કડક દિશા નિર્દેશો આપ્યા હતા.  

સમીક્ષા બેઠકમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી હેતલ જોશી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર  એમ.વી.દેસાઈ,  આયોજન અધિકારી ઝેડ.એ.બારૈયા સહિતના વિવિધ વિભાગ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh