Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમારીથી કંટાળી યુવાને ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા. ૩: જામનગરના એક યુવાને પોતાની બ્લડપ્રેશર તથા કોલેસ્ટ્રોલની બીમારીથી કંટાળી ત્રણેક દિવસ પહેલા ગળાફાંસો ખાઈ લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે બેએક દિવસથી તાવ આવતો હતો તે તરૂણીએ ગઈકાલે ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. આ તરૂણીનું કોલેજનું રિઝલ્ટ પણ બુધવારે જ આવ્યું હતું. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તાર નજીક આવેલા ધનબાઈના ડેલા પાસે સઈની ડેલીમાં વસવાટ કરતા અને પ્રિન્ટીંગ કામ કરતા સંજયભાઈ પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ.૪૮) નામના યુવાન છેલ્લા દોઢેક વર્ષથી બ્લડપ્રેશર તથા હાઈ કોલેસ્ટ્રોલની બીમારીથી પીડાતા હતા. પોતાની બીમારીથી કંટાળી જઈ સંજયભાઈએ ગયા સોમવારે સવારે પોતાના ઘરમાં એક ઓરડામાં રાખવામાં આવેલા હિંચકાના હુંકમા ચાદર બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં સંજયભાઈને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. જયદીપ કમલેશભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી મંગલધામ સોસાયટીની શેરી નં.રમાં રહેતા જાનવીબેન દિનેશભાઈ ગંઢા (ઉ.વ.૧૭) નામના તરૂણીએ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની તેમના પિતા દિનેશભાઈ વનરાવનભાઈ ગંઢાએ પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ બેએક દિવસથી જાનવીબેનને તાવ આવતો હતો અને તે દરમિયાન બુધવારે આ તરૂણીનું કોલેજનું પરિણામ પણ આવ્યું હતું. તે પછી અગમ્ય કારણથી તેણીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial