Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા ન.પા. પરમુખ વિજયભાઈ કણઝારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ન.પા.ના ૩૬ માંથી ૩૪ સભ્યો હાજર રહ્યા હતાં. આ સભામાં ૬૭ ઠરાવો સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યા હતાં. ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા ક્લાર્ક દેવેન પારિયાએ સંચાલન કાર્યવાહી કરી હતી.
જે ૬૮ ઠરાવો મંજુર થયા તેમાં વાર્ષિક ઉપજ ખર્ચના હિસાબો મંજુર કરવા, પાલિકાની દુકાનો ભાડાપટ્ટાની જગ્યાના ભાડા લેવા ખંભાળિયાને બદલે જામખંભાળિયા નામનો ઉપયોગ કરવો, પાલિકાના વેરામાં પેનલ્ટી અને વ્યાજ માફ કરવું, પાલિકામાં નવા ભળેલા વિસ્તારોને સવલતો પૂરી પાડવી, ડો ટુ ડોર એજન્સીનો વિકલ્પ કરવા, પાલિકામાં વસ્તીના ધોરણે સફાઈ કર્મી નવા ભરતી કરવા, નવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો નાખવા, સભ્યો દ્વારા આવેલ નવા કામો અંગે નિર્ણય કરવો, પાલિકાના બિલ્ડીંગોમાં સોલાર સિસ્ટમ નાખવી, રીવીઝન માટે રિપોર્ટ બનાવવા, સ્ટ્રીટલાઈટોનું નંબરીંગ કરવા જુદા જુદા કામોના ટેન્ડરો મંજુર કરવા સહિતના ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતાં. પાલિકા વિસ્તારમાં સરકારી તંત્ર તરફથી વનવે બનાવવાની દરખાસ્ત પણ મંજુર કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial