Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરખા નંબર ધરાવતા બે ટ્રકનો ઉપયોગ કરી ઘડી ક્ઢાયો કારસોઃ
જામનગર તા. ૩: ઓખાને બેટ દ્વારકાથી જોડતા સુદર્શન બ્રિજના નિર્માણ વખતે વપરાયેલા સામાનમાંથી વધેલા ભંગારનું વેચાણ કરવાનું નક્કી થયા પછી સાત શખ્સે તે ભંગારની સાથે અન્ય એક ટ્રકમાં રેતી તથા સિમેન્ટના ચોરસા લઈ જવાનો કારસો ઘડી તે અંગે એક ટ્રકનું ખોટું ઈ-વે બીલ જનરેટ કરી નખાતા અને તે રીતે સરકારને જીએસટીનો ધૂમ્બો મારવા માટે કાવતરૂ કરાયંુ હતું પરંતુ એલસીબીએ તે બંને ટ્રક રોકી લઈ કરેલી પૂછપરછમાં ભાંડો ફૂટ્યો છે. હાલમાં સાત શખ્સ સામે ગુન્હો નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા બુધવારે કરાઈ રહેલા પેટ્રોલિંગમાં ઓખાના સિગ્નેચર બ્રિજના નિર્માણ વખતે ત્યાં વાપરવામાં આવેલા સામાનનો ભંગાર ભરી એમએચ-૩-ઈજી ૫૩૮૫ તથા એમએચઈજી-૫૩૬૫ નંબરના બે મીની ટ્રક રોકી લેવામાં આવ્યા હતા. તેની તલાશી લેવાતા ભંગારના બદલે તે વાહનોમાંથી રેતી તથા સિમેન્ટની બનાવટની વસ્તુઓ મળી આવી હતી. તે ઉપરાંત ૫૩૬૫ નંબરની ટ્રકમાં સેલોટેપ મારી ૬૫ નંબરની જગ્યાએ ૮પ નંબર કરી નખાયા પછી તે ટ્રકનો વજન કરાવી તેનો બોગસ ઈ-વે મેમો બનાવી લઈ જીએસટીની ચોરી કરાતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
ઓખાથી વડોદરા તરફ જતા આ બંને ટ્રક અને તેનું પાયલોટીંગ કરતા સ્કોર્પિયો અને સ્વીફ્ટને એલસીબીએ રોકાવી લીધા હતા. મુંબઈના ઈસરાર અહેમદ શેખ, મહંમદઅલી હુસેનઅનવરઅલી હુસેન, વડોદરાના મુકેશ બજરંગલાલ સુથાર, જયસુખ કારાભાઈ વાઢેર, ભરૂચના રવિ કુંદનભાઈ મિશ્રા, વડોદરાના નુરમિંયા શૌકતઅલી પઠાણ ઉર્ફે બબલુ, બબન શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણ રાજપૂત, કાળુ મનસુખભાઈ ભુરીયા, સુનિલ ધુડાભાઈ ડામોર, નારાયણ માલાભાઈ રાવત, મુન્શીભાઈ જોનભાઈ ડામોર, ધારૂભાઈ મુકેશભાઈ ડામોર, અનિલ ઉકા ડામોર નામના ૧૪ શખ્સની પણ અટકાયત કરાઈ છે.
રૂ।.૩૦ લાખના બે મીની ટ્રક, પાયલોટીંગ કરતી રૂ।.રર લાખની બે મોટર, વે-બ્રિજની ત્રણ પહોચ, ૧૧ મોબાઈલ, રેતી તથા સિમેન્ટના ચોરસા, લોખંડનો સ્ક્રેપ કબજે કરી લેવાયો છે. તે પછી તપાસ દ્વારકાના પીએસઆઈ આર.એલ. ચોપડાને સોંપવામાં આવી છે. જેમાં શરૂ કરાયેલી પૂછપરછમાં મુકેશ સુથાર, રવિ મિશ્રા, નુરમિંયા ઉર્ફે બબલુ, બબન ભારદ્વાજ, દેવાંશુ રાજપૂતે વડોદરાની બાલાજી મેટલ્સ નામની પેઢીના ભાગીદારો સાથે મળી જયસુખ વાઢેર દ્વારા મજૂરોની વ્યવસ્થા કરી સુદર્શન બ્રિજના ઓખા તરફના છેડા પાસેથી લોખંડનો સ્ક્રેપ ભરવાનું નક્કી કરી મુંબઈના હિલેરી પોલ એન્ટોની નામના કોન્ટ્રાક્ટસ સાથે કોન્ટેકટ કરી લોખંડના સ્ક્રેપની ખરીદી નક્કી કરાઈ હતી. જેમાં બે મીની ટ્રકના ઉપયોગ માટે નક્કી કરાયા પછી તેના નંબરમાં એકાદા આંકડાનો જ ફેરફાર હોય તેવી ટ્રકનો પ્રબંધ કરવાનું કામ સોંપાતા બબને મુંબઈના સફીક નામના શખ્સનો સંપર્ક કરી બે મીની ટ્રકનો પ્રબંધ કર્યાે હતો.
તે પછી નક્કી થયા મુજબ એક વાહનમાં વજનની કેપેસીટી મુજબ વસ્તુ ભરવા અને બીજી ગાડીમાં લોખંડનો સ્ક્રેપ ભરી નિયત વજન મુજબની ગાડીના નંબરના આંકડાને બદલાવી તે ગાડીનું વજન કરાવી સ્ક્રેપ ભરેલા વાહનનું ઈ-વે બીલ બનાવડાવી સ્ક્રેપ વડોદરા લઈ જવા અંગે કાવતરૂ ઘડી કઢાયું હતું. તે મુજબ ગઈ તા.૯ની સાંજે વડોદરાથી મજૂરોને બે ટ્રક અને બે મોટરમાં લાવવામાં આવ્યા હતા. મુકાદમ જયસુખે તા.૩૦ના દિને ૫૩૮પ નંબરના ટ્રકમાં સ્ક્રેપ ભરાવ્યો હતો અને ૫૩૬૫માં સિમેન્ટના ચોરસા ભરાવ્યા હતા. તે પછી બેટ દ્વારકામાં રેતી ભરાવી હતી. ૫૩૮૫ નંબરના ટ્રકમાં સ્ક્રેપ ભરાઈ જતા તેને રોડ પર લાવી ૫૩૬૫ નંબરનો ટ્રકમાં સેલોટેપથી ૬થી જગ્યાએ ૮ નંબર કરી ઓખામાં પરફેક્ટ વે-બ્રિજમાં વજન કરાવી છેડછાડ કરી હતી અને મુકેશ સુથારે પોતાના ફોનમાંથી ઈ-વે બીલ પોર્ટલ પર જનરેટ કરી ડાઉનલોડ કરી લીધુ હતું.
આ રીતે મુકેશ સુથાર, રવિ મિશ્રા, બબલુ, બબન ભારદ્વાજ, દેવાંશુ રાજપૂત, જયસુખ વાઢેર, હિલેરી પોલ એન્ટોનીએ પોતાના ફાયદા માટે ખોટું ઈ-વે બીલ તૈયાર કરી જીએસટીના નાણાની ઉચાપત માટે અને સરકાર સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ઉપરોક્ત કારસો રચ્યાની પીએસઆઈ આર.એ. ચોપડાએ ખુદ ફરિયાદી બની ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial