Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીમવાસના ઢાળીયા પાસેથી દસ ચપલા ઝબ્બે લેવાયાઃ
જામનગર તા. ૩: જામનગરના નાઘેડી ગામમાં એક શખ્સના મકાન પાસે રાખવામાં આવેલા ત્રણ વાહનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૯૮ બોટલ પકડી પાડી છે. સ્કૂટરમાં દારૂના ર૮ ચપલા લઈને જતો એક શખ્સ ઝડપાયો છે. ભીમવાસના ઢાળીયા પાસેથી પોલીસે દસ ચપલા કબજે કર્યા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામ નજીક શિવાલીક સોસાયટીમાં એક શખ્સે પોતાના ત્રણ વાહનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી પરથી બુધવારની રાત્રે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે કિશન ભરતભાઈ મસુરાના રહેણાંક સ્થળ પાસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે કિશને રાખેલી બે મોટર તથા એક સ્કૂટરની તલાશી લેવામાં આવતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બાવીસ બોટલ તથા ૧૭૬ નંગ ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, ત્રણેય વાહન મળી કુલ રૂ।.૬,૩૩,૨૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. કિશન મસુરાએ પોતાના સાગરિત રામ જીવાભાઈ મોઢવાડીયાનું નામ આપ્યું છે.
નાઘેડી ગામ પાસે પાડવામાં આવેલા બીજા દરોડામાં મૂળ પોરબંદરના બોખીરા ગામનો વતની અને હાલમાં નાઘેડીમાં રહેતો અભય ઉર્ફે કેવલ પુંજાભાઈ મોઢવાડીયા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના ર૮ ચપલા સ્કૂટરમાં સાથે રાખી જતો ઝડપાઈ ગયો છે. પોલીસે તેનું સ્કૂટર તથા ચપલા કબજે કરી પૂછપરછ કરતા તેણે કિશન નામના શખ્સ પાસેથી દારૂ લીધો હોવાની કબૂલાત કરી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.રના ઢાળીયા પાસેથી ગઈરાત્રે ઈંગ્લીશ દારૂના દસ ચપલા પોલીસે કબજે કર્યા છે. આ જથ્થો જેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે તે અજય પરમાર નાસી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial