Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મણ ચાંદી, બે કિલો સોનું, ૪ ફ્લેટ, ૩ પ્લોટ વગેરે બેનામી મિલકતોઃ
હૈદ્રાબાદ તા. ૩: તેલંગાણાના એન્ટિ કરપ્શન બ્યુરોએ ૧૬ સ્થળે દરોડા પાડતા એક ડીએસપીને ત્યાંથી રૂ।. ર૦૦ કરોડની 'ભ્રષ્ટ' સંપત્તિ મળી આવતા ચકચાર જાગી છે.
તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસ ડીએસપી સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના ઘર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને ર૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ શોધી કાઢી છે. તેમના પર અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે.
એસીબીનું કહેવું છે કે અધિકારીએ તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને અન્ય ગેરકાયદેસર માધ્યમો દ્વારા નોંધપાત્ર સંપત્તિ એકઠી કરી હોવાનો આરોપ છે.
આ કેસમાં એસીબીની ટીમોએ ગુરુવારે ૧૬ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતાં. આમાં ડીએસપીના ઘરે અને તેમના સંબંધીઓ, મિત્રો, કથિત બેનામીદારો અને સહયોગીઓની મિલકતોનો સમાવેશ થાય છે. એસીબીને તેલંગાણા અને કર્ણાટકમાં ફેલાયેલી તેમની વ્યાપક સંપત્તિ મળી આવી છે.
એસીબીના અધિકારીઓએ વાસેલા મીડોવ્ઝ, ઈબ્રાહિમબાગમાં એક લક્ઝરી વિલા (પેન્ટહાઉસ સાથે જી પ્લસ ર ઘર), ટેલિફોમ નગર, ગયીબોવલી અને તેલ્લાપુરમાં ચાર રહેણાંક ફ્લેટ, નાગોલે અને પટણચેરૂમાં ત્રણ ખાલી પ્લોટ, મણિકોંડામાં જી પ્લસ પ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં શેર, ૩,૦૦૦ ચોરસ ફૂટ કોમર્શિયલ જગ્યા અને કર્ણાટક, સંગારેડ્ડી, વિકારાબાદ અને મુચિતલામાં પ૦ એકરથી વધુ ખેતીની જમીન સંબંધિત દસતાવેજો સહિત અનેક ગુનાહિત મિલકત દસ્તાવેજો જપ્ત કર્યા હતાં. ડીએસપીના ઘરેથી ૩.૬ લાખ રોકડા અને એક કથિત બેનામીદારના ઘરેથી રૂ।. ૪૦ લાખ રોકડા જપ્ત કર્યા. બે કિલોગ્રામ સોનાના દાગીના અને ર૦ કિલોગ્રામ ચાંદીની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી. બેંક ડિપોઝિટનો અંદાજ પણ રૂ।. ૧૯.૯૧ લાખનો ખુલાસો થયો છે. સ્થાવર મિલકતોનું બજાર મૂલ્ય રૂ।. ર૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે, જો કે તેમની નોંધાયેલ કિંમત ઘણી ઓછી છે. તપાસ ટીમે સૃચ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની ર૩ બોટલ પણ જપ્ત કરી હતી. વધુ કાર્યવાહી માટે એક્સાઈઝ વિભાગને જાણ કરવામાં આવી છે. ડીએસપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (ર૦૧૮ માં સુધારેલ) ની કલમ ૧૩(૧)(બી) અને ૧૩(ર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
એસીબીએ જણાવ્યું હતું કે વધારાની મિલકતો હાલમાં તપાસ હેઠળ છે, અને તેમની કુલ કિંમત વધી શકે છે. કથિત ગેરકાયદેસર સંપત્તિની હદ નક્કી કરવા અને કેસમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકા ઓળખવા માટે તપાસ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial