Advertisement
Author: નોબત સમાચાર

ખેતરના સેઢે રમતા દોઢ વર્ષના દીકરાને વીજ કરંટ લાગતા બચાવવા દોડેલી માતાનું પણ મૃત્યુ

જોડિયાના ટીંબડીમાં સર્જાઈ કરૂણાંતિકાઃ શોક પ્રસર્યો

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૩: જોડિયાના ટીંબડી ગામે કરૂણ ઘટના સર્જાઈ છે. ખેતરના સેઢે રમતા દોઢ વર્ષના દીકરાને બચાવવા જતા માતાનું પણ વીજકરંટથી મોત થતા અરરાટી પ્રસરી છે.

જોડિયા તાલુકાના ટીંબડી ગામે ગુરુવારે બપોરે બનેલી હૃદયદ્રાવક ઘટનામાં દોઢ વર્ષના માસુમ દીકરાને વીજ કરંટમાંથી બચાવવાનો પ્રયાસ કરતી માતાનું પણ કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના ઢોરકૂવા ગામના વતની અને હાલ ટીંબડી ગામે બલભદ્રસિંહ જાડેજાની વાડીમાં ખેતમજૂરી કરતા લીલસીંગ હેમલાભાઈ નાયકાની પત્ની ગીતાબેન (ઉ.વ. રર) ગુરુવારે બપોરે આશરે ૩-૩૦ વાગ્યે મગફળીના ખેતરમાં નીંદણનું કામ કરી રહ્યા હતાં. તે દરમિયાન તેમનો દોઢ વર્ષનો પુત્રા રાજેશ ખેતરના શેઢે રમી રહ્યો હતો. રમતાં રમતાં બાળક અચાનક વીજ કરંટની ઝપેટમાં આવી ગયો હતો. દીકરાને તડફડતો જોઈ માતા ગીતાબેને કોઈપણ વિચાર કર્યા વગર તેને બચાવવા દોડી ગયા હતાં, પરંતુ તેઓ પણ વીજપ્રાવહની ઝપેટમાં આવી ગયા હતાં.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને માતા-પુત્રને તાત્કાલિક ધ્રોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જો કે ફરજ પરના તબીબોએ તપાસ પછી બન્નેને મૃત જાહેર કર્યા હતાં.

ઘટનાની જાણ થતા જોડિયા તાલુકાનો કાફલો સ્થળ પર તેમજ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. મૃતક મહિલાના પતિ લીલસીંગ હેમલાભાઈ નાયકાની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ એસ.વી. શિયારે હાથ ધરી હતી, જ્યારે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ પી.અસ.આઈ. કે.ડી. જાડેજા ચલાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh