Advertisement
Author: નોબત સમાચાર

મહિલા સાંસદને ત્યાંથી ૨૭ કિલો શુદ્ધ સોનુ અને રૂ।. ૪૯૦ કરોડ જેટલી રોકડ જપ્તઃ હલચલ મચી

ભ્રષ્ટાચાર સર્વવ્યાપીઃ અલીબાબા જેવા ખજાનાઓ ઉપરાંત આંતરવસ્ત્રો પણ સોનાનાઃ વૈશ્વિક કુતૂહલ

                                                                                                                                                                                                      

બગદાદ તા. ૩: ઈરાકમાં વડાપ્રધાનના આદેશથી મોટા માથાઓને ત્યાં દરોડા પડયા તો મહિલા સાંસદના ઘરેથી ૪૯૦ કરોડ રોકડા, ૨૭ કિલો સોનું અને સોનામાંથી બનાવેલી બ્રા-પેન્ટી મળી આવતા વૈશ્વિક કુતૂહલ સર્જાયુ છે. જપ્ત થયેલા સામાનના લિસ્ટે આખા દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ઈરાકી સરકારની રેડમાં એક સાથે ૪૭થી વધારે શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમાં સાંસદ અને તેમના અધિકારી સામેલ છે.

ઈરાકનું રાજકારણ હાલમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનોના કારણે ગરમાયેલું છે. સોશિયલ મીડિયા પર એક મહિલા સાંસદ હિદ અલ-અબ્બાસીના ઘરે થયેલા દરોડાના સમાચાર અને તેમાં જપ્ત થયેલા સામાનના લિસ્ટે આખા દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી છે. દાવો કરવામાં આવે છે કે તેમના ઘરમાંથી ૫૭ મિલિયન અમેરિકી ડોલર (લગભગ ૪૯૦ કરોડ) રોકડા, ૨૭ કિલોગ્રામ શુદ્ધ સોનું અને સોનામાંથી બનાવેલી બ્રા-પેન્ટી જેવી લક્ઝરી આઈટમ જપ્ત થઈ છે.

હકીકતમાં જોઈએ તો, ઈરાક સરકાર ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત કેટલાય સાંસદો અને અધિકારીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. તસવીરો અનુસાર, હિદ અલ-અબ્બાસી આમાંથી એક છે. રિપોર્ટ્સ અનુસાર, તેમના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળ્યું છે. અમુક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, તેમના ઘરમાંથી સોનાની બ્રા અને પેન્ટી પણ મળી છે.

જાણકારી અનુસાર ઈરાકી સરકારની રેડમાં એક સાથે ૪૭થી વધારે શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમાં સાંસદ અને તેમના અધિકારી સામેલ છે. સૌથી વધારે ચર્ચા સોનાથી બનાવેલી બ્રા અને પેન્ટીને લઈ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં તેને ગોલ્ડન અંડરગારમેન્ટ્સ કહી રહૃાા છે. જો કે કેટલાય ફેક્ટ ચેકર્સ અને સૂત્રોનું કહેવું છે કે આ ભાગ સંપૂર્ણપણે વેરિફાઈડ નથી. અમુક રિપોર્ટ્સ તેને લક્ઝરી ગોલ્ડ આઈટમ્સ તરીકે ગણાવી રહૃાા છે, જ્યારે અમુક તેને વધારે પડતું ગણાવી રહૃાા છે.

અન્ય સાંસદો પર પણ દરોડા પડ્યા આ કાર્યવાહી ખાલી એક સાંસદ સુધી મર્યાદિત નથી રહી. સાંસદ આલિયા નાસિફના ઘરેથી પણ ૨૦ અબજ ઈરાકી દીનાર (લગભગ ૧૫.૫ મિલિયન ડોલર) અને સોનું જપ્ત થયું છે. આલિયા અને તેમના દીકરાની તો ધરપકડ પણ થઈ છે. કેટલાય રિપોર્ટ્સ અનુસાર, સોનાની બ્રા અને પેન્ટી આ સાંસદના ઘરેથી મળ્યા છે. કૂલ મળીને આ અભિયાનમાં કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ છે.

ઈરાકના પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ નીતિની વાત કહી છે. સરકારનું કહેવું છે કે દેશને નવી શરૂઆતની જરૂર છે અને ભ્રષ્ટ તત્ત્વોને છોડવામાં નહીં આવે. કાઉન્ટર ટેરરિઝમ યુનિટ્સે ગ્રીન ઝોન સહિત કેટલીય જગ્યા પર દરોડા પાડ્યા છે. તસવીરો વાયરલ થતાં જ કોમેન્ટમાં ચોંકાવનારી વાતો સામે આવી રહી છે.

ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અને દરોડામાં રોકડ અને સોનાની જપ્તી થઈ હોવાનું પણ કેટલા મીડિયા સોર્સેઝમાં છે. પણ સોનાની બ્રા અને પેન્ટી સહિત અમુક ખાસ દાવાની હજુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. ઈરાકી અધિકારીઓએ દરેક ડિટેલની પુષ્ટિ નથી કરી. ઈરાક લાંબા સમયથી ભ્રષ્ટાચારની સમસ્યાથી ઝઝૂમી રહૃાું છે. તેલ સંપન્ન દેશમાં રાજનીતિક અને સરકારી પદો પર બેઠેલા લોકો અઢળક સંપત્તિ એકઠી કરીને બેઠા છે. આ અભિયાન સરકારની ઈમેજ સુધારવા અને પારદર્શિતા લાવવાની કોશિશ માની રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh