Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.ર૪.પ૦ લાખના ૩૫ તોલા દાગીનાની લૂંટ માટે કરાઈ હત્યાઃ
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નજીકના વિરમદળ પાસે બુધવારે સાંજે એક યુવાનની રૂ।.૨૪ લાખ ૫૦ હજારની કિંમતના ૩પ તોલા સોનાના દાગીનાની લૂંટના ઈરાદે હત્યા કરી નખાયાની મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સની અટક કરી છે અને બીજાની શોધ આદરી છે.
ખંભાળિયા શહેરના હજામપાડામાં રહેતા અને બકાલાના વ્યાપાર સાથે સંકળાયેલા આસીફભાઈ ઓસમાણભાઈ લાખા નામના વેપારીની બુધવારે સાંજે છ વાગ્યાથી નવ વાગ્યા દરમિયાન વિરમદળ ગામના કાચા રસ્તે તિક્ષણ હથિયાર તથા બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. સોનાના દાગીનાના શોખીન એવા આસીફભાઈની હત્યા અંગે તેમના ભાઈ હમીદ ઓસમાણ લાખાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના ભાઈ ૩પ તોલા વજનના સોનાના દાગીના પહેરી રાખતા હતા. તે દાગીનાની લૂંટ ચલાવવાના ઈરાદે ખંભાળિયાના જ હાજા ભારમલ આસાણી તથા લક્કીરાજસિંહ ઉર્ફે મહિપાલસિંહ મહાવીરસિંહ વાઢેર નામના બે શખ્સ અને કાયદાથી સંઘર્ષિત એક કિશોરે તેઓને વિરમદળ પાસે બોલાવી હત્યા કરી નાખી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ બનાવના દિવસે સાંજે આસીફભાઈને કોઈનો ફોન આવતા તેઓ કલાકમાં આવું છું તેમ કહીને બાઈક પર નીકળ્યા પછી તેમનો મૃતદેહ વિરમદળ ગામના કાચા રસ્તા પરથી મળી આવ્યો હતો અને તેમના શરીર પરથી સોનાનો જાડો ચેઈન, લક્કી, છ વીટી વગેરે દાગીના ગુમ હતા. અંદાજે રૂ।.ર૪ લાખ પ૦ હજારની કિંમતના ૩પ તોલા વજનના દાગીનાની ઉપરોક્ત શખ્સોએ લૂંટ કરવાના ઈરાદે આ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધા છે.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી ડીવાયએસપી મીત રૂદલાલના વડપણ હેઠળ શરૂ કરેલી તપાસમાં હાજા ભારમલની અટકાયત કરી લીધી છે, તેના સાગરિત લક્કીરાજની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial