Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસ્સોથી વધુ દર્દીઓનું નિદાન કરી દવા અપાઈઃ
ખંભાળીયા તા. ૩: ખંભાળીયાના જલારામ સત્સંગ મંડળ દ્વારા ઔષધિ વેલનેસ કંપની, રાયકી, તા. લોધીકાના સંપૂર્ણ સહયોગથી વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓના રોગનું નિદાન કરી દવા આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળના પ્રમુખ ભાવેશભાઈ વિઠલાણી, પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુંં.
આ કેમ્પની વ્યવસ્થામાં સંસ્થાના મનિષભાઈ પાબારી, પરેશભાઈ મોદી, મહેન્દ્રભાઈ કુંડલીયા, પરેશભાઈ કુંડલીયા, બીમલભાઈ મપારા વગેરેએ સેવા આપી હતી. આયુ. ઔષધાલયના માનદ ડો. હેત મશરૂનું સન્માન કરવામાં આવ્યું હતું. ઔષધિ વેલનેસ કંપનીના અશોકભાઈ ચાવડા, જીતુભાઈ કારીયા ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial