Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય સભામાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા વિવિધ સમિતિઓના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી.
કારોબારી ચેરમેન તરીકે રાજભાઈ અમૃતભાઈ પાબારી તથા સદસ્યો તરીકે દક્ષાબેન અનિલભાઈ વારિયા, મોહિતભાઈ મોટાણી સહિત કુલ ૧૧ ની નિમણૂક થઈ છે. અન્ય સમિતિઓના પણ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નીરવભાઈ દીપકભાઈ લાલ, વોટર વર્કસ કમિટીના ચેરમેન તરીકે શ્રીમતી રેખાબેન કાનાભાઈ વિંઝુડા, સેનીટેશન ચેરમેન તરીકે શ્રીમતી પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા, રમતગમત કમિટીના ચેરમેન તરીકે દમયંતીબેન કાંતિભાઈ ઓડીચ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કૃપાબેન રવિભાઈ ગોકાણી, લાઈટ સમિતિના પ્રમુખ તરીકે મુક્તાબેન કિશોરભાઈ નકુમ, ટેક્ષ સમિતિના ચેરમેન તરીકે આશાબા ઈન્દ્રજીતસિંહ પરમાર, પસંદગી સમિતિના ચેરમેન તરીકે વિજય નારણભાઈ કણઝારિયા, વાહનવ્યવહાર સમિતિ ચેરમેન તરીકે આલુબેન અમિતભાઈ મોવા, ન્યાય સમિતિમાં ગોવિંદભાઈ સોલંકી, ગાર્ડન સમિતિમાં મધુબેન જયરાજ નકુમ, આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે મેઘાબેન નિકુંજ વ્યાસ તથા ભૂગર્ભ ગટર સમિતિ ચેરમેન તરીકે મોનાલીબા રવિરાજસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial