Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૪૫ લાખ વ્યાજ સાથે ચૂકવવા ફોરમનો હુકમઃ
જામનગર તા. ૩: જામનગરના એક આસામીના ટ્રકને આગે ઘેરી લેતા ટ્રકનો સંપૂર્ણ નાશ થયો હતો. તેના વીમાનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ફોરમમાં ધા નખાઈ હતી. ફોરમે રૂ।.૪૫ લાખ છ ટકા વ્યાજ સાથે વળતર પેટે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ પણ અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના કિરણભાઈ વાલજીભાઈ નામના આસામીએ વર્ષ ૨૦૨૫માં પોતાના ટ્રક માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો મેળવી રૂ।.૬૭,૯૪૩નું પ્રિમિયમ ભરપાઈ કર્યું હતું. વીમો ચાલુ હતો તે દરમિયાન પલસાણ તાલુકાના કરણ ગામ પાસેથી પસાર થતા આ જ ટ્રકમાં કેબીન ફ્યૂઝમાં થયેલા તણખાના પગલે આગ લાગી હતી. આગમાં આખો ટ્રક સળગી જવા ઉપરાંત તેમાં રહેલા પ્લાસ્ટિકના દાણા પણ નાશ પામ્યા હતા.
ત્યારપછી રૂ।.૪પ લાખનું વળતર મેળવવા કિરણભાઈએ વીમા કંપની સમક્ષ ક્લેઈમ કરતા ટ્રકની કેબીનમાં એકસ્ટ્રા પંખો ફીટ કરાયો હતો તેમ જણાવી વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ।.૪૫ લાખ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ખર્ચના રૂ।.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial