Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરીમાં ગયેલા દાગીના-રોકડ કબજે કરતી પોલીસઃ
જામનગર તા. ૩: જામનગરના મહાવીરનગરમાં આવેલા એક ફલેટમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. તે જ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા એક શખ્સે હાથફેરો કર્યાનું ખૂલ્યું છે. પોલીસે રૂ।.૨ લાખ ૭ હજારના દાગીના અને રૂ।.૭૦ હજાર રોકડા કબજે કરી લીધા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગર નજીક વૃંદાવન એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૨૦૧માં રહેતા સફાઈ કામદાર જયોતિબેન હરીશભાઈ મકવાણા નામના મહિલાના ફલેટમાં ગઈ તા.૨૦થી તા.ર૭ સુધીમાં ચોરી થઈ હતી. તેમના મકાનમાંથી રૂ।.૭૦ હજાર રોકડા અને સોનાના બે ચેઈન, મંગળસૂત્ર મળી રૂ।.ર લાખથી વધુના દાગીના ઉપડી ગયા હતા.
આ ગુન્હાની શરૂ થયેલી તપાસમાં સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ આર.એ. જાડેજા, ડી.એન.જાડેજા, વાય.એન. સોઢાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. ડોડીયાની સૂચનાથી પોલીસે તે એપાર્ટમેન્ટના ફલેટ નં.૨૦૩માં ભાડેથી રહેતા યોગેશ રમેશભાઈ ચૌહાણ ઉર્ફે નીખિલ નામના શખ્સની અટકાયત કરી હતી.
આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી તમામ મુદ્દામાલ કાઢી આપ્યો છે. પોલીસે રૂ।.ર લાખ ૭૭ હજારનો મુદ્દામાલ ઝબ્બે લઈ આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial