Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળેલી યુવતી ગુમ

પોલીસે ફોટો, વર્ણન મેળવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ખંભાળિયા નજીકના ભરાણા ગામમાં રહેતા એક યુવતી ગયા મંગળવારે પોતાના ઘરેથી જામનગરની મહિલા કોલેજ જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની ગયા છે. પોલીસે તેણીની શોધખોળ શરૂ કરી છે.

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં વસવાટ કરતા રવિરાજસિંહ જયેન્દ્રસિંહ વાઝા નામના દરબાર યુવાને ગયા મંગળવારે જાનકીબા રવિરાજસિંહ દરબાર (ઉ.વ.સાડા અઢાર) પોતાના ઘરેથી જામનગર સ્થિત મહિલા કોલેજ જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થયાની પોલીસને જાણ કરી છે.

ઉપરોક્ત યુવતી પાતળો બાંધો, ઘઉવર્ણાે વાન  ધરાવે છે. છેલ્લે તેઓએ લાલ રંગનો ડ્રેસ ધારણ કરેલો હતો. તેઓના જમણા હાથમાં અંગ્રેજી 'જે' શબ્દ ત્રોફાવેલો છે. પોલીસે ગુમનોંધ પરથી આ યુવતીની શોધ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh