Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જો થઈ છે...!
ખંભાળીયા તા. ૩: ખંભાળીયા પાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન તથા મહિલા અનુ.જાતિ અગ્રણી પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચીફ ઓફિસરને રજૂઆત કરીને શહેરમાં ગંદકીના ફેલાયેલા સામ્રાજ્યને તાકીદે દૂર કરવા માંગ કરી છે.
પાલિકા પાસે પુરતા વાહનો અને સ્ટાફ હોવા છતાં પણ નિયમિત રીતે ગંદકીનો નિકાલ ના થતા ગંદકીના ઢગલા તથા થર થઈ ગયા છે. જેથી પ્રજા પરેશાન થઈ ગઈ છે તથા ચોમાસામાં હવે ઝાપટા ચાલુ થતા ગંધાતો કચરો ગમે ત્યારે ભયંકર રોગચાળાનું સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિ છે. ખંભાળીયા શહેરનું ગંદકીના ઢગલાથી છવાયેલું હોય, તાકીદે ગંદકી દૂર કરીને કચરાના ઢગલા દૂર કરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. નહીંતર શહેર ગંભીર રોગચાળાની સ્થિતિમાં આવી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial