Advertisement
Author: નોબત સમાચાર

શાળાના આચાર્ય વિરૂદ્ધ થયેલ ફરિયાદમાંથી એટ્રોસિટી એક્ટની કલમ રદ્દ કરવા માંગણી

વિદ્યાર્થીને મારકૂટ કરવાના પ્રકરણમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરની ન.પ્રા.શિ. સમિતી હસ્તકની શાળા નં. ૧૯ ના આચાર્ય રામભાઈ સોલંકી વિરૂદ્ધ વિદ્યાર્થીને માર મારવા અંગેની પોલીસ ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી એટ્રોસિટી એક્ટની કલમો રદ કરવા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે ડીવાયએસપીને આવેદનપત્ર સુપરત કરી માંગણી કરી હતી.

શાળાના સંચાલન માટે સરકાર દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને વાલી સમિતિ તેમજ શાળાના વિવિધ શિક્ષકોના નિવેદનો મુજબ વિદ્યાર્થી સાથે સમાનતાના ધોરણે શૈક્ષણિક કામગીરી ઉપરાંત સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ વિદ્યાર્થીઓને સહભાગી બનાવવામાં આવે છે, તેમજ શાળાની તમામ ભૌતિક સુવિધાઓ તમામ સમાજ અને જ્ઞાતિના ભેદભાવ વિના તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ફરિયાદમાં દાખલ કરાયેલી એટ્રોસિટી એક્ટની કલમો કોઈપણ પ્રકારે ભેદભાવ ન કરવામાં આવતો હોય છતાં દાખલ કરવામાં આવેલી હોય હોય ત્યારે હાલ જામનગર શહેરની કુલ ૪પ શાળાઓ અને અંગ્રેજી માધ્યમની ર શાળાઓ મળી કુલ ૪૭ શાળામાં એક પણ જગ્યાએ આ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો ન હોય, ત્યારે સદર ફરિયાદમાં જે કલમો એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવેલી છે તે તમામ કલમો રદ કરી અને ન્યાયિક તપાસ યોજવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh