Advertisement
Author: નોબત સમાચાર

માધવ બાગ-૧માં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ એક ઝબ્બે

રૂ।.૯૫૫૯ રોકડા કબજે થયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના માધવ બાગ-૧માં આવેલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. રોકડ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે.

જામનગરના માધવ બાગ-૧માં આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં પોલીસે દાનપેટી તોડી રૂ।.૧૫ હજારની મત્તા ચોરાઈ ગયાનું ખૂલ્યું હતું. તેમાંથી પોલીસે રૂ।.૯૫૫૯ સાથે વીજયનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ ચતુરસિંહ સોલંકીની ધરપકડ કરી છે.

આ શખ્સ સોમવારની રાત્રે ઉપરોક્ત મંદિરમાં ઘૂસી ગયો હતો તેણે દાનપેટી તોડીને રૂ।.૧૫ હજારની રોકડ ઉઠાવી હતી. પુજારી કેશવદાસ કાપડીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh