Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલહવાલે કરી દેવામાં આવ્યોઃ
જામનગર તા. ૩: જામનગરના એક શખ્સને ચેક પરતના કેસમાં સજા થયા પછી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને પોલીસે દબોચી લઈ જેલહવાલે કર્યાે છે.
જામનગરના શિવમ્ પાર્ક વિસ્તારમાં વસવાટ કરતા વિજય નરેન્દ્રભાઈ છત્રાલીયા નામના શખ્સ સામે વર્ષ ૨૦૨૧માં અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને સજા ફટકારી હતી.
સજાના હુકમ સમયે ગેરહાજર રહેલા આરોપી સામે વોરંટ કાઢવામાં આવ્યું હતું. ત્યારપછી આ શખ્સ હાથતાળી આપતો હતો. ઉપરોક્ત આરોપી પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ગુલાબનગર પોલીસચોકીના સ્ટાફે તેના ઘરે ધસી જઈ આરોપીની અટકાયત કરી જેલહવાલે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial