Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં આવતીકાલે સહકારી મંડળીઓ માટે વિશેષ ઓડિટ કેમ્પ

સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા અને સરકારી મંડળીઓના તા. ૩૧ માર્ચ ર૦ર૬ અંતિમ બાકી રહેલા ઓડિટ કાર્યને સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવાના હેતુથી એક વિશેષ ઓડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળિયામાં સવારે ૧૧ વાગ્યાથી આ વિશેષ કેમ્પ યોજાશે.

જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, દેવભૂમિ દ્વારા તમામ બાકી ઓડીટ ધરાવતી સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને પ્રતિનિધિઓને ખાસ જણાવવામાં આવ્યું છે કે તેઓએ નિયત તારીખે કચેરી સમય દરમિયાન પોતાના તમામ જરૂરી અને પૂર્ણ દફ્તરો, હિસાબી ચોપડા, બેંક પાસબુક અને ઓડિટ પત્રકો સાથે અચૂક ઉપસ્થિત રહેવું જેથી તમામ સંબંધિતોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા જિલ્લા રજિસ્ટ્રાર, દેવભૂમિ દ્વારકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh